ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,554 પોઝીટીવ કેસ નોંધાયા જયારે 14,123 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 223 દર્દીઓના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જયારે મૃત્યુ અંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,29,38,559 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી ફક્ત 85,680 એક્ટીવ કેસ છે એટલે કે 0.20 ટકા એક્ટિવ કેસ છે અને 98.60 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને 1.20 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. ભારતમાં છેલ્લા 24કલાકમાં 7,84,059 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 76,91,67,052 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. કુલ કેસઃ 4,29,38,599એક્ટિવ કેસ: 85,680કુલ રિકવર : 4,23,38,673કુલ મૃત્યુઃ 5,14,246કુલ રસીકરણ: 1,77,79,92,977