ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4575 કોરોનાના નવા કેસ નોંધાયા છે જયારે 7416 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 145 દર્દીઓના મૃત્યુ થયા છે. વર્ષ 2019 થી દુનિયાભર પર આવી ચડેલી અફાત એટલે કોરોના વાયરસ કોરોના આવતાની સાથે જ દુનિયા જાણે થંભી ગઈ હોઈ તેવી પરિસ્થિતિ સર્જાય હતી અને કોરોનાની એક પછી એક એમ ત્રણ લહેર આવી જેમાં બીજી લહેર ખુબ જ ભયાનક હતી અનેક લોકો એ જીવ ગુમાવ્યા હતા.કોરોનાથી અત્યાર સુધી 4,24,13,566 લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે જે કુલ એક્ટિવ કેસના 98.69 ટકા લોકો ડિસ્ચાર્જ થયા છે જયારે અત્યારે 0.11 ટકા એક્ટિવ કેસ છે ભારતમાં 46,962 લોકો હજુ સંક્રમિત છે અને 5,15,355 લોકોના મૃત્યુ થયા છે. જયારે 1,79,33,99,555 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 18,69,103 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.