દેશમાં કોરોનાની ત્રીજી લહેર થંભી ગઈ છે. કોરોના નિયંત્રણમાં આવી ચુક્યો છે ત્યારે હવે દેશમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો થઇ રહ્યો છે આ ઉપરાંત પોઝીટીવ કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી ત્યારે ત્રીજી લહેર ઓછી ઘાતક પરંતુ તેમણે વધુ લોકોને સંક્રમિત કર્યા હતા.ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,194 કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા છે જયારે 6,208 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની ત્રીજી લહેર ખતમ થઇ રહી છે પરંતુ મૃત્યુ આંક ચિંતામાં સતત વધારો કરી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 255 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના અપડેટ કુલ પોઝીટીવ કેસ : 4,29,84,261એક્ટિવ કેસ: 42,219 (0.10ટકા )કુલ ડિસ્ચાર્જ : 4,24,26,328 (98.70 ટકા ) કુલ મૃત્યુ : 5,15,714 ( 1.20 ટકા ) વેક્સિનેશન : 1,79,72,00,515