ભારતમાં કોરોનાની ત્રીજી લહેર હવે અંતિમ ચરણ પર છે તેમ કહી શકાય દેશભરમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે એટલું જ નહીં, રિકવરી રેટ સતત વધી રહ્યો છે જયારે પોઝીટીવ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 30,615 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે, 514 દર્દીઓના મૃત્યુ છે અને 82,988 દર્દીઓ સજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં પોઝીટીવ કેસની કુલ સંખ્યા હવે ઘટીને 3,70,240 પર આવી ગઈ છે. પોઝીટીવ કેસ કુલ કેસની સરખામણીએ 0.87 ટકા રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસના 756 પોઝીટીવ કેસ નોંધાયા છે અને 5 દર્દીઓના મૃત્યુ થયા છે જયારે પોઝીટીવ રેટ રાજધાનીમાં વધીને 1.52 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં કોવિડના કુલ કેસ વધીને 18,52,662 થઈ ગયા છે જ્યારે અત્યાર સુધીમાં 26,081 લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે, 586 કેસ મળી આવ્યા હતા અને 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો અને પોઝીટીવ રેટ 1.37 ટકા હતો જે આજે વધીને 1.52 ટકા થયો છે. એક્ટિવ કેસ : 3,70,240દૈનિક દૈનિક પોઝીટીવ રેટ: 2.45 ટકા કુલ રિકવર : 4,18,43,446કુલ મૃત્યુ : 5,09,872 કુલ રસીકરણ: 173.86 કરોડ ડોઝ