ગુજરાતમાં આજે કોરોનાના ઓછા કેસ નોધાયાં પાછલાં 24 કલાકમાંકોરોનાના માત્ર 293 કેસ નોંધાયા અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે 123 નવા કેસ નોંધાયા, 319 દર્દી ડિસ્ચાર્જ, સતત બીજા દિવસે શૂન્ય મોત છે. જે 57 દિવસ પછી સૌથી ઓછાં કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. રસીકરણમાં પણ ગુજરાત અગ્રેસર રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2942 છે. જ્યારે 2908 નાગરિકો સેટબલ પરિસ્થિતિમાં છે. અત્યાર સુધીમાં 12,08,013 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ સતત કેસ ઘટી રહ્યાં છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 293 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 729 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,08, 013 નાગરિકો કોરોનાના માંથી સાજા થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.87 ટકાએ પહોંચી ગયે છે. તો બીજી તરફ રસીકરણમાં પણ ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં આજે કુલ 1,15,002 રસીના ડોઝ અપાયા હતા. કોરોનાને કારણે 8 નાગરિકોનાં મોતબીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2942 એક્ટિવ કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે જ્યારે 2908 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,08,013 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10919 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 8 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં 2 વડોદરા કોર્પોરેશનમાં, વડોદરામાં 2, સુરત 1, ગાંધીનગર 1, તાપી 1, જામનગર 1 એમ કુલ 8 નાગરિકોના મોત થયા છે.