રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થતો દેખાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 245 નવા કેસ નોંધાયા છે. સાથે જ આજે 644 દર્દી કોરોનાને માત આપી ચુક્યાં છે. આજે રાજ્યમાં 5 લોકોના મોત થયાં છે. જેમાં વડોદરામાં 3, ગાંધીનગર અને ભરૂચ જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયા છે. ત્રીજી લહેર હવે ડાઉન ફોલ તરફરાજ્યનો રિકવરી રેટ વધીને 98.90 ટકા થઈ ગયો છે. રાજ્યમાં આજે 25મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 245 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 644 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 05 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી હોય તેવું લાગી રહ્યુ છે. ત્રીજી લહેર હવે ડાઉન ફોલ તરફ જતી જોવાં મળી છે. રાજ્યમાં આજે 1,03,321 લોકોનું રસીકરણરાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 22 હજાર 119ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 924 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 8 હજાર 657 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એત્યારે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2 હજાર 538 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 505 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ગગડીને 2538 પર પહોંચી ગયો છે. વેન્ટિલેટર પર 33 દર્દીઓ છે જ્યારે 2505 સ્ટેબલ છે.ગુજરાતમાં કુલ 12,08,657 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે કુલ 1,03,321 લોકોનું રસીકરણ થયું છે.