ભારતમાં કોરોના કેસના આંકડાઓ સતત ઘટતા નજરે પડી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં આ આંકડા પર નજર કરીએ તો સમગ્ર દેશમાં 1 લાખથી ઓછાં કેસ સામે આવી રહ્યાં છે. જો કે મૃત્યુઆંક 895 જેટલો નોધાયો છે. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1 લાખથી ઓછા કેસ નોંધાયા છે. રવિવારે દેશમાં 83,876 કેસ નોંધાયા હતા.કયા રાજ્યમાં કેટલા કેસ?એક દિવસમાં રાજ્યમાં સૌથી વધુ કેસ કેરળમાં સામ આવ્યા છે. કેરળમાં એક દિવસમાં 33,538 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં એક દિવસમાં 12,009 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 5,533, બિહારમાં 442, પંજાબમાં 974 અને દિલ્લીમાં 1,604 કેસ નોંધાયા છે.કયા રાજ્યોમાં કેટલી છૂટછાટ?જમ્મૂ-કાશ્મીરમાં વિકેન્ડ લોકડાઉન હટાવી લેવાયું છે. અને રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે બિહારમાં ધોરણ-8 સુધીની શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ફરી ખુલી રહી છે. અને ધોરણ-9 અને તેથી વધુની તમામ સ્કૂલ, કોલેજ, કોચિંગ સ્ટાફ 100 ટકાની ક્ષમતા સાથે ખોલવાની પરવનાનગી આપવામાં આવી છે. સાથે જ સિનેમા હોલ, ક્લબ, જીમ, સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા પર કામ કરશે.