Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં આજે કોરોનાના કેસમાં સામાન્ય વધારો, 10,828 લોકો થયા સ્વસ્થ્ય

સમગ્ર દુનિયાને હચમચાવી દેનાર કોરોના મહામારી હજું પૂર્ણ રીતે ખતમ થઇ નથી. આજે પણ ઘણા દેશ એવા છે કે જે કોરોનાની ઝપટમાં છે. ત્યારે જો ભારતની વાત કરીએ તો અહીં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ સતત જોવા મળી રહ્યા છે. દેશમાં આજે 7 હજારથી થોડા વધુ કેસ નોંધાયા છે. દેશમાં હજુ કોરોના સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં ક
દેશમાં આજે કોરોનાના કેસમાં સામાન્ય વધારો  10 828 લોકો થયા સ્વસ્થ્ય
Advertisement
સમગ્ર દુનિયાને હચમચાવી દેનાર કોરોના મહામારી હજું પૂર્ણ રીતે ખતમ થઇ નથી. આજે પણ ઘણા દેશ એવા છે કે જે કોરોનાની ઝપટમાં છે. ત્યારે જો ભારતની વાત કરીએ તો અહીં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ સતત જોવા મળી રહ્યા છે. દેશમાં આજે 7 હજારથી થોડા વધુ કેસ નોંધાયા છે. 
દેશમાં હજુ કોરોના સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,231 નવા કેસ નોંધાયા છે જ્યારે 10,828 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. આ સાથે, જો આપણે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની વાત કરીએ, તો આ સંખ્યા 64,667 છે, જ્યારે દૈનિક હકારાત્મકતા દર 2.05 ટકા છે. જોકે, મંગળવારની સરખામણીમાં આજે કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે દેશમાં કોરોનાના 5,439 નવા કેસ નોંધાયા છે.

વિશ્વભરમાં કોરોનાથી પ્રભાવિત દેશોની દ્રષ્ટિએ ભારત હાલમાં 25માં સ્થાને છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,44,28,393 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,27,874 લોકોના મોત થયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 10 લોકોના મોત થયા છે. બીજી તરફ દેશમાં કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના રસીના 2,12,39,92,816 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના 98.67 ટકા કેસ સાજા થઈ ગયા છે.
Advertisement
Tags :
Advertisement

.

×