કોરોના મહામારીની ત્રીજી લહેર લાવનારા ઓમિક્રોન વેરિએન્ટની અસર હવે દુનિયામાં ઓછી થઇ રહી છે. જેના કારણે દુનિયાના અનેક દેશો દ્વારા જે કોરોના પ્રતિબંધો લાગુ કરાયા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં ભારતનો સમાવેશ પણ થાય છે. આવી સ્થિતિ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અધિકારીએ ઓમિક્રોનના સબ વેરિએન્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ચેતવણી પણ આપી છે.WHOએ શું કહ્યું ?WHOના કોવિડ-19ના ટેકનિકલ પ્રમુખ મારિયા વાન કેરખોવે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘કોરોના વાયરસ હજુ પણ વિકસિત થઇ રહ્યો છે. આ સિવાય ઓમિક્રોનમાં ઘણા બધા સબ સ્ટ્રેન છે, જેને અમે ટ્રેક કરી રહ્યા છીએ. તેના BA.1, BA.1.1, BA.2 અને BA.3 નવા પ્રકારો છે. આ તમામ સ્ટ્રેન ચિંતાજનક છે, તેના પર એવો વિશ્વાસ ના કરી શકાય કે હવે ઓમિક્રોનનું જોર ઘટ્યું છે. કારણ કે એક સમયે ઓમિક્રોન પણ જોતજોતામાં આખા વિશ્વમાં ફેલાયો હતો. ’ WHO દ્વારા ટ્વિટર પર આ અંગેનો વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.WHOએ કહ્યું કે મોટાભાગની સિક્વન્સ સબ-વેરિઅન્ટ BA.1માં જોવા મળી છે. આ સિવાય BA.2 સબ વેરિએન્ટના કેસ પણ વધારે દેખાઇ રહ્યા છે. વિડીયો શેર કરતાની સાથે ટ્વીટમાં WHOએ લખ્યું કે ગયા અઠવાડિયે લગભગ 75,000 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. અન્ય વાયરસની તુલનામા આ BA.2 વધારે ચેપી છે.BA.2 જોખમી બની શકે છેકોરોના વાયરસના ઓમિક્રોનો સબ વેરિઅન્ટ BA.2 ઝડપથી ફેલાય છે અને સાથે જગંભીર બીમારીનું કારણ પણ બને છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. જો કે અભ્યાસના પરિણામોની હજુ સુધી સમીક્ષા નથી કરાઇ. આ અધ્યયનને હાલમાં 'BioRxiv' પર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના જૂના સ્વરૂપની તુલનામાં BA.2 ગંભીર બીમારીનું કારણ બની શકે છે.યુરોપમાં નવી લહેરનું જોખમગત મંગળવારે WHO દ્વારા એવું કહવામાં આવ્યું હતું કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની નવી લહેર યુરોપના પૂર્વ ભાગ તરફ આગળ વધી રહી છે. WHOના જણાવ્યા પ્રમાણે અત્યારે વિશ્વમાં નોંધાતા ઓમિક્રોનના દર પાંચ કેસમાં એક માટે આ BA.2 સબ સ્ટ્રેન જવાબદાર છે. અધિકારીઓેએ રસીકરણ અને અન્ય સંસાધનો અને પદ્ધતિમાં સુધાારો કરવાનો આગ્રહ પણ કર્યો છે.