Axar Patel: અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, T20I માં 100 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય સ્પિનર
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે T20I માં 100 વિકેટ લેવાનો આંકડો પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવનારા તે પ્રથમ ભારતીય સ્પિનર બની ગયો છે. અક્ષર પટેલે 98 મેચમાં આ સ્થાન પ્રાપ્ત કરીને પોતાની બોલિંગ ક્ષમતાનો પરચો આપ્યો છે. તેની આ સિદ્ધિ બદલ ક્રિકેટ જગતમાં દરેક તરફથી પ્રશંસા થઈ રહી છે. અને તે હવે ભારત માટે સૌથી ભરોસાપાત્ર ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે.
Advertisement
Axar Patel: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવી સિદ્ધિ મેળવી છે. ઈંગ્લેન્ડ સામેના બીજા T20I મુકાબલામાં અક્ષરે શાનદાર પ્રદર્શન કરતા મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. તેણે આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકની વિકેટ ઝડપીને T20I ફોર્મેટમાં પોતાના 100 વિકેટ પૂર્ણ કર્યા છે. આ સાથે જ તે ભારત માટે આ ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ સ્પિનર બની ગયો છે. આ સિદ્ધિ મેળવનારા તે ભારતના ચોથા બોલર છે.

