મલ્ટી-ડે ટીમની કમાન દેવદત્ત પડિક્કલને
મલ્ટી-ડે ફોર્મેટ માટે 15 સભ્યોની ટીમનું નેતૃત્વ દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal)ને સોંપવામાં આવ્યું છે, જ્યારે સાઈ સુદર્શન ઉપકપ્તાન રહેશે. ટીમમાં અમન મોખાડે, આયુષ પાંડે, યશ રાઠોડ અને શેખ રાશિદ જેવા બેટર્સનો સમાવેશ થયો છે.
Advertisement ![Navratri Banner]()
કુમાર કુશાગ્ર અને એન જગદીશન વિકેટકીપર તરીકે ટીમમાં છે. ઓલરાઉન્ડર શમ્સ મુલાની અને તનુષ કોટિયન સ્પિન વિભાગ સંભાળશે. ફાસ્ટ બોલિંગમાં તુષાર દેશપાંડે, અંશુલ કંબોજ, પ્રફુલ્લ હિંગે, નચિકેત ભુતે અને વી વૈશાકને સ્થાન મળ્યું છે.
વનડેમાં ઋતુરાજ ગાયકવાડ બન્યા કેપ્ટન
ત્રણ મેચની લિસ્ટ-A સિરીઝ માટે ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. દેવદત્ત પડિક્કલ આ ટીમમાં પણ સામેલ છે. પ્રિયાંશ આર્યા, સાઈ સુદર્શન, રજત પાટીદાર અને નમન ધીર જેવા ખેલાડીઓ ટીમનો ભાગ છે.
હાર્દિક પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ
વનડે ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની સાથે કુમાર કુશાગ્ર અને પ્રભસિમરન સિંહ વિકેટકીપર-બેટર તરીકે પસંદ થયા છે.
22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા A સામે મુકાબલો
આ પ્રવાસ ભારત Aના યુવા અને ઉભરતા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ તક બની શકે છે. પુડુચેરીમાં યોજાનારી મેચોમાં ખેલાડીઓના પ્રદર્શન પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. અલગ-અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન પસંદ કરીને પસંદગી સમિતિએ બંને ટીમોને અલગ જવાબદારી સાથે તૈયાર કરી છે.
આ પણ વાંચો: Gandhinagar NEWS : વિસાવદરને મોટી ભેટ! બાયપાસ રોડ માટે રૂ. 20 કરોડ મંજૂર