ઓસ્ટ્રેલિયાએ 214 રનથી હરાવ્યું
પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 390 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. 106 રનની સરસાઈ મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ 6 વિકેટે 314 રને ડિક્લેર કરી હતી. યજમાન ટીમને જીતવા માટે 421 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તે માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેટ રેનશોએ પ્રથમ ઇનિંગમાં 190 રન ફટકાર્યા, જ્યારે જોશ હેઝલવુડે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
દક્ષિણ આફ્રિકાને મોટું નુકસાન
આ હાર પહેલાં દક્ષિણ આફ્રિકા 75 ટકા પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે હતું. હવે તેના પોઈન્ટ્સ પર્સન્ટેજ (PCT) ઘટીને 60 ટકા થયા છે. દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચમાં ત્રણ જીત અને બે હાર નોંધાવી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ 72.22 ટકા સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે.
ભારત માટે ફાઇનલની રેસ મુશ્કેલ
ભારતીય ટીમ (Team India) 11 ટેસ્ટમાં પાંચ જીત, ચાર હાર અને બે ડ્રો સાથે પાંચમા ક્રમે છે. ભારતના કુલ 68 પોઈન્ટ્સ અને PCT 51.52 ટકા છે. ઓસ્ટ્રેલિયા 81.82 ટકા સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ 55.56 ટકા સાથે ચોથા ક્રમે છે.
WTC ફાઇનલ માટે શું છે ગણિત?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમોની રેન્કિંગ જીતની સંખ્યાને બદલે પોઈન્ટ્સ પર્સન્ટેજના આધારે નક્કી થાય છે. લીગ તબક્કાના અંતે ટોચની બે ટીમો ફાઇનલમાં પહોંચશે. તેથી ભારત માટે આગામી ટેસ્ટ મેચોમાં જીત મેળવવી અને PCT સુધારવો અત્યંત મહત્વપૂર્ણ રહેશે.હાલ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલ તરફ મજબૂત દાવેદારી નોંધાવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની હારથી અન્ય ટીમો માટે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.
WTC Points Table 2025-27
13 ઓક્ટોબર 2026 — ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ બાદ
| ક્રમ | ટીમ | મેચ | પોઈન્ટ્સ | PCT |
|---|
| 1 | ઓસ્ટ્રેલિયા | 11 | 108 | 81.82% |
| 2 | ન્યૂઝીલેન્ડ | 6 | 52 | 72.22% |
| 3 | દક્ષિણ આફ્રિકા | 5 | 36 | 60.00% |
| 4 | બાંગ્લાદેશ | 6 | 40 | 55.56% |
| 5 | ભારત | 11 | 68 | 51.52% |
| 6 | ઇંગ્લેન્ડ | 16 | 74 | 38.54% |
| 7 | શ્રીલંકા | 6 | 24 | 33.33% |
| 8 | વેસ્ટ ઇન્ડિઝ | 12 | 30 | 20.83% |
| 9 | પાકિસ્તાન | 9 | 5 | 4.63% |
આ પણ વાંચો : Adani Jabil AI Joint Venture : AI ની દુનિયામાં અદાણીનો મેગા પ્લાન, અમેરિકાની કંપની સાથે મોટો કરાર