Imad Wasim Controversy : 'હું પ્રેગ્નન્ટ હતી ત્યારે જ તેણે બીજા લગ્ન કરી લીધા', પાકિસ્તાની ક્રિકેટર ઈમાદ વસીમની પૂર્વ પત્નીનો સનસનીખેજ દાવો
Imad Wasim Controversy : પાકિસ્તાની ક્રિકેટર ઇમાદ વસીમ (Imad Wasim)ની પૂર્વ પત્ની સાનિયા અશફાક (Sania Ashfaq)ના ગંભીર આરોપોને કારણે વિવાદ (Controversy) વકર્યો છે. સાનિયાએ ઇમાદ પર પ્રેગ્નન્સી દરમિયાન દગો આપવા અને ગર્ભપાત માટે દબાણ કરવાનો દાવો કર્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઇમાદની સરખામણી શોએબ મલિક (Shoaib Malik) સાથે થતાં સાનિયાએ બંને વચ્ચે તફાવત હોવાનું જણાવી શોએબનો બચાવ કર્યો છે.
Advertisement
Imad Wasim Controversy : પાકિસ્તાની ક્રિકેટર (Pakistani Cricketer) ઇમાદ વસીમ (Imad Wasim) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમની પૂર્વ પત્ની (Ex-Wife) સાનિયા અશફાકે (Sania Ashfaq) તાજેતરમાં એક પોડકાસ્ટ (Podcast) દરમિયાન ક્રિકેટર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. સાનિયાએ દાવો કર્યો હતો કે ઇમાદે તેમની મરજી વિરુદ્ધ ગર્ભપાત (Abortion) કરાવવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, સાનિયાનો આરોપ છે કે પ્રેગ્નન્સી (Pregnancy) દરમિયાન તેમને દગો આપીને ઇમાદે બીજા લગ્ન કરી લીધા હતા.

