IND vs NZ 4th T20I : ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમનો ધબડકો! 87 રનથી મેચ ગુમાવી, જાણો હારના કારણો
IND vs NZ 4th T20I : ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં ભારતીય ટીમને 87 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ગ્લેન ફિલિપ્સની શાનદાર સદીના આધારે કીવી ટીમે 259 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય બેટરો લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા અને ટીમ ઈન્ડિયાને પરાજય મળ્યો. પરિણામ ભારત માટે નિરાશાજનક રહ્યું.
Advertisement
IND vs NZ 4th T20I : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 સિરીઝની ચોથી મેચ ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક મેદાન પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને 87 રનના મોટા અંતરથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતીય સુકાની શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે આક્રમક બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ભારતને જીતવા માટે 260 રનનો વિશાળ અને મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો.

