India A squad update: ભારત-એ ટીમમાં મોટો ફેરફાર, વિજયકુમાર વૈશાક બહાર, જાણો કયા ઘાતક ખેલાડીની એન્ટ્રી થઈ?
આગામી ઓસ્ટ્રેલિયા-એ પ્રવાસ અગાઉ ભારત-એ સ્ક્વોડમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ફિટનેસ સમસ્યાને કારણે કર્નાટકના ઝડપી બોલર વિજયકુમાર વૈશાક આ મહત્વપૂર્ણ શ્રેણી ગુમાવી બેઠા છે. પસંદગીકારોએ તેમના વિકલ્પ તરીકે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા સ્પિનર ત્રિપુરાના વિજયને ભારત-એ ટીમમાં સામેલ કરીને મોટો દાવ રમ્યો છે.
Advertisement
India A squad update: ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા-એ સામે રમાનારી આગામી શ્રેણી માટે ભારત-એ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કર્નાટકના ઝડપી બોલર વિજયકુમાર વૈશાક હૈમસ્ટ્રિંગની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ શક્યા નથી. ફિટનેસ શરત પૂરી ન થવાના કારણે તેઓ ટીમ સાથે પુડ્ડુચેરી જઈ શકશે નહીં. 29 વર્ષીય આ ખેલાડીને શરૂઆતમાં 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ અનપેક્ષિત કારણોસર તેમને હવે બહાર થવું પડ્યું છે.

