22 સપ્ટેમ્બરથી શરૂ થશે India Aનો પ્રવાસ
India A અને Australia A વચ્ચે પ્રથમ 2 મુકાબલા મલ્ટી-ડે ફોર્મેટમાં રમાશે. આ 4 દિવસીય મેચો ટેસ્ટ (Test) ફોર્મેટની જેમ રમાશે. પ્રથમ મેચ 22થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે બીજી મેચ 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રમાશે. મલ્ટી-ડે ટીમની જવાબદારી દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal)ને સોંપવામાં આવી છે. જ્યારે સાઈ સુદર્શન (Sai Sudharsan)ને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે.
Advertisement ![Navratri Banner]()
3 વનડેમાં રુતુરાજ ગાયકવાડ કેપ્ટન
મલ્ટી-ડે મેચ બાદ India A અને Australia A વચ્ચે ત્રણ 50 ઓવરની વનડે મેચ રમાશે. જોકે આ મુકાબલાઓને આંતરરાષ્ટ્રીય (International) દરજ્જો નહીં મળે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 6 ઓક્ટોબર, બીજી મેચ 9 ઓક્ટોબર અને ત્રીજી તથા અંતિમ મેચ 11 ઓક્ટોબરે રમાશે. પ્રવાસની તમામ મેચો પુડુચેરી (Puducherry)માં યોજાશે. વનડે ટીમની કેપ્ટનશિપ રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ને આપવામાં આવી છે, જ્યારે દેવદત્ત પડિક્કલ ઉપકપ્તાન રહેશે.
હાર્દિક પંડ્યાની વાપસી ફિટનેસ પર નિર્ભર
લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને પણ India Aની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે તેમના નામની સાથે સ્ટાર (*) મૂકવામાં આવ્યો છે, એટલે તેમનું રમવું સંપૂર્ણપણે ફિટનેસ (Fitness) પર નિર્ભર રહેશે. હાર્દિકને મલ્ટી-ડે ટીમમાં પણ સ્થાન મળ્યું છે, પરંતુ ત્યાં પણ તેમની ઉપલબ્ધતા ફિટનેસ ટેસ્ટ પર આધારિત રહેશે. ઈજાને કારણે તેઓ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તેથી Australia A સામે તેઓ મેદાન પર પરત ફરી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
India A મલ્ટી-ડે ટીમ
દેવદત્ત પડિક્કલ (કેપ્ટન), સાઈ સુદર્શન (વાઇસ કેપ્ટન), અમન મોખાડે, આયુષ પાંડે, યશ રાઠોડ, શેખ રાશીદ, કુમાર કુશાગ્ર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, તુષાર દેશપાંડે, અંશુલ કંબોજ, પ્રફુલ હિંગે, એન. જગદીશન, નચિકેત ભૂટે અને વી. વૈશાખ.
India A વનડે ટીમ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ (વાઇસ કેપ્ટન), પ્રિયાંશ આર્ય, સાઈ સુદર્શન, રજત પાટીદાર, કુમાર કુશાગ્ર, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, નમન ધીર, હાર્દિક પંડ્યા, પ્રભસિમરન સિંહ, ગુરજપનીત સિંહ અને યશ ઠાકુર.*
ઉલ્લેખનીય છે કે, આ શ્રેણી યુવા ખેલાડીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા ખેલાડીઓ માટે પણ પોતાની ક્ષમતા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની રહેશે.
આ પણ વાંચો : Happy Birthday Shubman Gill : પંજાબની ગલીઓથી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ સુધી! જાણો કેવી રીતે શુભમન ગિલ બન્યા ભારતીય ક્રિકેટના નવા 'પ્રિન્સ'