INDW vs AUSW : ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું, ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટ્યું
INDW vs AUSW : રવિવારે લોર્ડ્સમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ મહિલા T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટુર્નામેન્ટમાં ભારતની સફર સમાપ્ત થઈ ગઈ છે.
Advertisement
INDW vs AUSW : ICC મહિલા ટી20 વર્લ્ડ કપ (ICC Women's T20 World Cup)માં ભારત (India)નું અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું છે. લોર્ડ્સ (Lord's) ખાતે રમાયેલી ગ્રુપ સ્ટેજ (Group Stage)ની મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia)એ ભારતને 6 વિકેટે હરાવી સેમિફાઇનલ (Semi-final)માં સ્થાન પાક્કું કર્યું. આ હાર સાથે ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાંથી જ બહાર થઈ ગઈ છે. ગ્રુપ Aમાંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (South Africa)એ અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું.

