INDW vs AUSW : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને આપ્યો 171 રનનો ટાર્ગેટ
INDW vs AUSW : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મહિલા T20 વર્લ્ડ કપની નિર્ણાયક લીગ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 170 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની વિસ્ફોટક અડધી સદી અને શેફાલી-સ્મૃતિની મજબૂત શરૂઆતના કારણે હવે ઓસ્ટ્રેલિયા સામે 171 રનનું પડકારજનક લક્ષ્ય છે.
Advertisement
INDW vs AUSW : આજે રવિવારે રમાઈ રહેલી ICC મહિલા T20 વર્લ્ડ કપ (ICC Women's T20 World Cup) ની અતિ મહત્વપૂર્ણ અને અંતિમ લીગ (League) મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) ની મહિલા ટીમો ઐતિહાસિક લોર્ડ્સ (Lord's) ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને-સામને છે. આ 30મી મેચમાં ભારતીય ટીમ (Indian Team) ની કેપ્ટન (Captain) હરમનપ્રીત કૌરે ટોસ (Toss) જીતીને પ્રથમ બેટિંગ (Batting) કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટરોએ શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 170 રન બનાવ્યા છે. હવે ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતવા માટે 171 રનનો મજબૂત ટાર્ગેટ (Target) મળ્યો છે.

