2022માં સંભાળી હતી ટીમની જવાબદારી
45 વર્ષીય હેનરિક મલાનનો કરાર (Contract) વર્ષ 2027ની શરૂઆત સુધીનો હતો. તેમ છતાં તેમણે નિર્ધારિત સમય પહેલાં જ પદ છોડવાનો નિર્ણય લીધો. ક્રિકેટ આયર્લેન્ડ (Cricket Ireland) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, મલાનનું માનવું છે કે આગામી વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ (ODI World Cup) ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખીને નવા કોચ માટે આ યોગ્ય સમય છે. મલાનની જાન્યુઆરી 2022માં 3 વર્ષ માટે હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં 2024માં તેમના કરારમાં વધારો પણ કરવામાં આવ્યો હતો.
મલાનના કાર્યકાળમાં આયર્લેન્ડે લખ્યો સફળતાનો નવો ઇતિહાસ
હેનરિક મલાનના માર્ગદર્શન હેઠળ આયર્લેન્ડ ક્રિકેટ ટીમે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી. તેમની કોચિંગ દરમિયાન ટીમે સતત 3 વખત 2022, 2024 અને 2026ની ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ક્વોલિફાય કર્યું હતું. માત્ર એટલું જ નહીં, આયર્લેન્ડે વિશ્વની મજબૂત ટીમોને પણ હરાવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. 2022ના ટી-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડે ઇંગ્લેન્ડ (England) જેવી દિગ્ગજ ટીમને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ ઉપરાંત મલાનના કાર્યકાળમાં ટીમે પાકિસ્તાન (Pakistan), વેસ્ટ ઇન્ડિઝ (West Indies) અને દક્ષિણ આફ્રિકા (South Africa) જેવી મજબૂત ટીમો સામે પણ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં પણ મળ્યાં ઐતિહાસિક પરિણામ
હેનરિક મલાનના કાર્યકાળ દરમિયાન આયર્લેન્ડે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં પણ શાનદાર સફળતા મેળવી હતી. ટીમે પોતાના ક્રિકેટ ઇતિહાસની ત્રણેય ટેસ્ટ જીત તેમના માર્ગદર્શન હેઠળ જ નોંધાવી હતી. આમાં અબુ ધાબી (Abu Dhabi)માં અફઘાનિસ્તાન (Afghanistan) સામેની યાદગાર જીત તેમજ બેલફાસ્ટ (Belfast)માં ઝિમ્બાબ્વે (Zimbabwe) સામે પોતાના ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ જીતનો પણ સમાવેશ થાય છે.
હવે અફઘાનિસ્તાન સામે રમશે વન-ડે સિરીઝ
ભારત સામેની ઐતિહાસિક ટી-20 સિરીઝ જીત બાદ હવે આયર્લેન્ડની ટીમ આગામી પડકાર માટે તૈયાર છે. ટીમ ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન સામે 5 મેચોની વન-ડે (ODI) સિરીઝ રમશે. નવા હેડ કોચ ગેરી વિલ્સનના માર્ગદર્શન હેઠળ ટીમ આ શ્રેણીમાં પણ જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો : IND vs IRE 2nd T20I : આટલું ખરાબ તો ક્યારે નથી રમી ટીમ ઈન્ડિયા! આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે એકવાર ફરી હાર