Ishan Kishan Double Century : 10 વર્ષ બાદ ઈશાન કિશનનો વિરાટ ધમાકો! દબાણ વચ્ચે બેવડી સદી ફટકારી તોડ્યો 31 વર્ષ જૂનો રેકોર્ડ
Ishan Kishan Double Century : ઈશાન કિશને ફરી એકવાર મોટા મુકાબલામાં પોતાની શાનદાર બેટિંગનો પરચો આપ્યો છે. દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈસ્ટ ઝોનના કેપ્ટને સાઉથ ઝોન સામે ધમાકેદાર બેવડી સદી ફટકારીને 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. 270 બોલમાં 26 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે રમાયેલી આ ઇનિંગ બાદ ઈશાન કિશનની ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં વાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે.
Advertisement
Ishan Kishan Double Century : મોટી મેચોમાં દબાણ વચ્ચે પણ શાનદાર પ્રદર્શન કરવા માટે જાણીતા ડાબોડી બેટ્સમેન (Left-handed Batsman) અને ઈસ્ટ ઝોન (East Zone) ના કેપ્ટન ઈશાન કિશને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ મોટા મંચના સાચા ખેલાડી છે. ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) ખાતે સાઉથ ઝોન (South Zone) સામે રમાઈ રહેલા મુકાબલામાં તેમણે ઉત્કૃષ્ટ બેવડી સદી (Double Century) ફટકારી છે. ઈશાન કિશને 270 બોલનો સામનો કરીને 26 ચોગ્ગા અને 2 છગ્ગાની રમઝટ સાથે આ યાદગાર ઇનિંગ રમી હતી.

