MLC 2026 : પ્રિટોરિયસના વાવાઝોડામાં ઉડી MI New York, માત્ર 52 બોલમાં ઠોકી સેન્ચુરી!
MLC 2026 : અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC 2026) માં દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય લુઆન ડ્રે પ્રિટોરિયસે ઐતિહાસિક ઇનિંગ રમી છે. તેણે માત્ર 52 બોલમાં અણનમ 102 રન ફટકારી સન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સને MI ન્યૂયોર્ક સામે 9 વિકેટથી જીત અપાવી. આ સાથે તે MLC ઇતિહાસમાં સૌથી યુવા સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન બની ગયો.
Advertisement
MLC 2026 : અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (Major League Cricket - MLC 2026) માં પ્લેઓફ (Playoffs) ની રેસ હવે અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. બુધવારે એમઆઈ ન્યૂયોર્ક (MI New York) અને સન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ (San Francisco Unicorns) વચ્ચે રમાયેલી મેચમાં એક નવો ઈતિહાસ રચાયો છે. દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય યુવા બેટ્સમેન લુઆન ડ્રે પ્રિટોરિયસે (Luan-dre Pretorius) માત્ર 52 બોલમાં શાનદાર સદી (Century) ફટકારીને યુનિકોર્ન્સ ટીમને એક યાદગાર જીત અપાવી છે.

