Pakistan Team in England : ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનની ટીમ સાથે વિચિત્ર ઘટના! લોકોએ ખેલાડીઓને સમજી લીધા ઘૂસણખોર અને પછી...
Pakistan Team in England : ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી પાકિસ્તાન અંડર-19 ક્રિકેટ ટીમ સાથે પોર્ટ્સમાઉથમાં અનોખી ઘટના બની. સ્થાનિક લોકોએ ટીમના સભ્યોને શરણાર્થીઓનું જૂથ સમજી હોટલ બહાર વિરોધ માટે ભીડ એકઠી કરી દીધી. બાદમાં સાચી માહિતી મળતાં લોકો ત્યાંથી ચાલ્યા ગયા. ઘટનાને પગલે ECBએ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે. આ પ્રવાસમાં પાકિસ્તાને પ્રથમ યુથ વનડેમાં ઇંગ્લેન્ડને 177 રનથી હરાવ્યું હતું.
Advertisement
Pakistan Team in England : પાકિસ્તાનની સિનિયર ક્રિકેટ ટીમ (Pakistan Senior Cricket Team) હાલમાં ઇંગ્લેન્ડમાં પોતાના નબળા પ્રદર્શનને કારણે ચર્ચામાં છે, ત્યારે પાકિસ્તાનની અંડર-19 ટીમ (Pakistan U-19 Team) સાથે પણ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એક અનોખી ઘટના બની છે. પાકિસ્તાની યુવા ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેને ઇંગ્લેન્ડ અંડર-19 ટીમ સામે 1 યુથ ટેસ્ટ (Youth Test) અને 4 યુથ વનડે (Youth ODI) મેચોની સિરીઝ રમવાની છે.

