Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rishabh Pant Training : શ્રીલંકા સિરીઝ પહેલાં ઋષભ પંત રાંચીમાં! એમ.એસ. ધોનીના માર્ગદર્શન હેઠળ શરૂ કરી ખાસ તૈયારી

Rishabh Pant Training : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત માટે આગામી શ્રીલંકા ટેસ્ટ સિરીઝ કારકિર્દીની મહત્વપૂર્ણ કસોટી બની રહી છે. IPL 2026માં નિરાશાજનક પ્રદર્શન બાદ હવે તેઓ ફરી લય મેળવવા માટે મહેન્દ્ર સિંહ ધોનીના માર્ગદર્શન હેઠળ રાંચીમાં ખાસ તૈયારી કરી રહ્યા છે. WTCને ધ્યાનમાં રાખીને આ સિરીઝમાં પંતનું પ્રદર્શન ભારત માટે પણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
rishabh pant training   શ્રીલંકા સિરીઝ પહેલાં ઋષભ પંત રાંચીમાં  એમ એસ  ધોનીના માર્ગદર્શન હેઠળ શરૂ કરી ખાસ તૈયારી
Advertisement

Rishabh Pant Training : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત માટે છેલ્લા કેટલાક મહિના પડકારજનક રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે પંત ભારતના ત્રણેય ફોર્મેટના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા, પરંતુ હાલમાં તેમની સ્થિતિ બદલાઈ ગઈ છે. IPL 2026માં તેઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા અને ત્યારબાદ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પણ તેમને સતત તક મળી નથી. હાલમાં તેઓ મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટમાં જ ભારતીય ટીમનો ભાગ છે. આવા સંજોગોમાં આગામી શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પંત માટે માત્ર એક સામાન્ય સિરીઝ નથી, પરંતુ પોતાની કારકિર્દીને નવી દિશા આપવાની મોટી તક છે. આ જ કારણસર તેમણે ભારતના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનો માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો છે. રાંચીમાં ધોનીની દેખરેખ હેઠળ ચાલી રહેલી તેમની તૈયારી હવે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચાનો વિષય બની છે.

Tags :
Advertisement

.

×