Rohit Sharma Viral T-Shirt : કંઈપણ બોલ્યા વિના હિટમેને BCCI અને સિલેક્ટર્સને આપ્યો મોટો જવાબ..!
Rohit Sharma Viral T-Shirt : રોહિત શર્મા (Rohit Sharma)ની ‘Non-Committal’ લખેલી ટી-શર્ટે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. ફેન્સ આ વાયરલ લુકને ચીફ સિલેક્ટર અજિત અગરકર (Ajit Agarkar)ના 2027 ODI વર્લ્ડ કપ સંબંધિત જૂના નિવેદન સાથે જોડીને જોઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું આ માત્ર ફેશન છે કે BCCI અને પસંદગી સમિતિ માટે કોઈ મૌન સંદેશ?
Advertisement
Rohit Sharma Viral T-Shirt : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પોતાના બિંદાસ્ત અંદાજ, મેદાનની અંદર અને બહારના મજેદાર વન-લાઇનર્સ (One-Liners) માટે જાણીતા છે. 39 વર્ષીય ‘હિટમેન’ (Hitman) છેલ્લા કેટલાક સમયથી પોતાની આક્રમક બેટિંગના કારણે ખાસ ચર્ચામાં ન હોય, પરંતુ હવે તેમનો નવો લુક સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને તેમની ટી-શર્ટ (T-Shirt) પર લખાયેલા 2 શબ્દોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ફેન્સનું માનવું છે કે રોહિતે કંઈ બોલ્યા વિના જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ચીફ સિલેક્ટર અજિત અગરકર (Ajit Agarkar) પર કટાક્ષ કર્યો હોઈ શકે છે.

