Asian Games 2026 માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 19 રને હરાવીને પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે 15 વર્ષના Vaibhav Sooryavanshiએ પણ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યા છે. અગાઉ આ રેકોર્ડ શૂટર સૌરભ ચૌધરીના નામે હતો.
ભારત-પાકિસ્તાન ફાઈનલમાં રોમાંચ
નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાયેલી ફાઈનલમાં કેપ્ટન Shreyas Iyerએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 211 રનનો મોટો સ્કોર બનાવ્યો. Abhishek Sharma એ માત્ર 28 બોલમાં 61 રન ફટકાર્યા, જ્યારે Tilak Varmaએ 22 બોલમાં અણનમ 51 રનની ઝડપી ઈનિંગ રમી. Shivam Dubeએ પણ 15 બોલમાં 27 રન બનાવ્યા.
વૈભવની 15 રનની ઝડપી ઈનિંગ
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફાઈનલમાં 9 બોલમાં 15 રન બનાવ્યા, જેમાં બે સિક્સ સામેલ હતી. તેમનું યોગદાન ભલે ટૂંકું રહ્યું, પરંતુ ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો ભાગ બનીને તેમણે ભારતીય એશિયન ગેમ્સ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. વૈભવ 15 વર્ષ, 6 મહિના અને 6 દિવસની ઉંમરે એશિયન ગેમ્સ ગોલ્ડ જીત્યા. તેમણે 2018માં 16 વર્ષ અને 101 દિવસની ઉંમરે ગોલ્ડ જીતનાર સૌરભ ચૌધરીનો રેકોર્ડ પાછળ છોડી દીધો.
પાકિસ્તાન 192 રને અટક્યું
211 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન બનાવી શકી. Hasan Nawazએ 51 બોલમાં 96 રનની શાનદાર ઈનિંગ રમી, પરંતુ અન્ય બેટર્સ પાસેથી પૂરતો સહકાર ન મળ્યો. ભારત તરફથી Axar Patel, Washington Sundar અને Shivam Dubeએ બે-બે વિકેટ ઝડપી. ભારતે 19 રને જીત મેળવીને સતત બીજી વખત પુરુષ ક્રિકેટનું Asian Games Gold પોતાના નામે કર્યું.
આ પણ વાંચો: Ahmedabad Accident: 24 વર્ષિય યુવકને ટુ-વ્હીલરે મારી ટક્કર, બાજુમાંથી પસાર થતી ટ્રક ફરી વળતાં મોત