Vaibhav Sooryavanshi : શું ભારતીય ક્રિકેટને મળી ગયો નવો 'બ્રેડમેન'? જાણો વૈભવની કેમ થઈ રહી છે આટલા મોટા ખેલાડી સાથે સરખામણી!
Vaibhav Sooryavanshi : ભારતીય ક્રિકેટના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પોતાની વિસ્ફોટક બેટિંગથી સતત ચર્ચામાં છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ તેની સરખામણી ક્રિકેટના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેન સાથે કરતાં નવી ચર્ચા જગાવી છે. ઉથપ્પાનું માનવું છે કે વૈભવની બેટિંગ ટેકનિક અને વિરોધી બોલરોની રણનીતિ બ્રેડમેનના સમયની યાદ અપાવે છે.
Advertisement
Vaibhav Sooryavanshi : ભારતીય ક્રિકેટમાં (Indian Cricket) હાલમાં એક 15 વર્ષીય યુવા ખેલાડી (Young Sensation) વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી (Destructive Batting) ભારે ખળભળાટ મચાવ્યો છે. તેની આ શાનદાર રમત જોઈને માત્ર ચાહકો જ નહીં, પરંતુ ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ જ કડીમાં, 2 વખત આઈપીએલ (IPL) ટાઈટલ જીતનાર પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ વૈભવની સરખામણી ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડી સર ડોન બ્રેડમેન (Don Bradman) સાથે કરીને સોશિયલ મીડિયા (Social Media) પર એક નવી ચર્ચા જગાવી છે.

