વૈભવ સૂર્યવંશીની સફળતાની ગાથા વચ્ચે હવે તેમના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશીએ પણ ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સમસ્તીપુરમાં રમાયેલી એક પ્રેક્ટિસ મેચમાં આશીર્વાદે 168 રનની શાનદાર ઇનિંગ્સ રમીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ભવિષ્યના આ યુવા ખેલાડીની બેટિંગની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે, જે સૂર્યવંશી પરિવારની ક્રિકેટ પ્રતિભાનો વધુ એક સબૂત છે.
Ashirwad Suryavanshi: ભારતીય ક્રિકેટમાં હાલમાં વૈભવ સૂર્યવંશી નામ સતત ચર્ચામાં છે. માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની આક્રમક બેટિંગથી વૈભવે વિશ્વભરમાં ઓળખ બનાવી છે. આ યુવા ખેલાડી હવે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે જોડાયો છે. અને તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ નિશ્ચિત મનાઈ રહ્યું છે. વૈભવની આ સફળતા વચ્ચે સૂર્યવંશી પરિવારમાંથી અન્ય એક યુવા પ્રતિભા સામે આવી છે. વૈભવના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશીએ પણ બેટિંગમાં અદભૂત કૌશલ્ય બતાવ્યું છે.
Ashirwad Suryavanshi: આશીર્વાદ સૂર્યવંશીની શાનદાર બેટિંગ
સમસ્તીપુર ખાતે રમાયેલા એક સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં આશીર્વાદ સૂર્યવંશીએ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઋષભ-11 અને રોશન-11 વચ્ચે રમાયેલી આ મેચમાં આશીર્વાદે મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેમણે આ મેચમાં 168 રન બનાવ્યા હતા. આ મોટી ઇનિંગ્સની માહિતી તેમના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આપી હતી. વૈભવ સૂર્યવંશીએ પણ પોતાના ભાઈની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા તે સ્ટોરી શેર કરી હતી.
![Ashirwad Suryavanshi_GUJARAT 0]()
Ashirwad Suryavanshi: મેચનું વિશ્લેષણ
સામે આવેલા સ્કોરબોર્ડ મુજબ ઋષભ-11 ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટીમે 40 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 311 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઋષભ-11ની આ સફળતામાં આશીર્વાદ સૂર્યવંશીનું યોગદાન મુખ્ય રહ્યું હતું. આશીર્વાદની આ તોફાની રમતને કારણે સ્થાનિક ક્રિકેટ વર્તુળોમાં તેમની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂર્યવંશી પરિવારમાં એકસાથે બે ક્રિકેટ પ્રતિભાઓનું હોવું ભારતીય ક્રિકેટ માટે ઉત્સાહજનક સંકેત છે. ભવિષ્યમાં આ બંને ભાઈઓ મેદાન પર પોતાની બેટિંગથી વિરોધી બોલરો માટે મોટો પડકાર બની શકે છે.
આ પણ વાંચો--- Vaibhav Suryavanshi Team India : 15 વર્ષના વૈભવને ઇંગ્લેન્ડમાં ડ્રેસિંગ રૂમ વાપરવા પર કેમ લાગ્યો પ્રતિબંધ? જાણો અસલી કારણ