Vaibhav Suryavanshi New Chapter: ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી વધ્યું સસ્પેન્સ
સૌની નજર હાલમાં 15 વર્ષના પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સૂર્યવંશી પર ટકેલી છે. ઇંગ્લેન્ડ સામેની મેનચેસ્ટરમાં રમાનારી બીજી ટી20 મેચ પહેલા વૈભવે પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે. આ તસવીરમાં તે બેટ ઉઠાવીને ઉજવણી કરતા દેખાય છે. તેની ઉપર લખેલા 'New Chapter' શબ્દોએ સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા છેડી દીધી છે. ક્રિકેટ રસિયાઓ આ પોસ્ટનો અર્થ સમજવા માટે મથામણ કરી રહ્યા છે.
Vaibhav Suryavanshi New Chapter: મોર્ને મોર્કલે આપ્યું મહત્વનું નિવેદન
નોંધનીય છે કે, શુક્રવારે મેનચેસ્ટરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સંજુ સેમસન અને અભિષેક શર્માની જગ્યા અત્યારે કોઈ બદલશે નહીં. વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખવો અત્યંત આવશ્યક છે. આ નિવેદન બાદ એવી શક્યતા વધી ગઈ છે કે, બીજા ટી20 મુકાબલામાં વૈભવને ટીમમાં સ્થાન મેળવવા માટે થોડી રાહ જોવી પડે.
શું ડેબ્યૂની શરૂઆત છે?
ઘણા ચાહકો આ પોસ્ટને સીધી રીતે ટીમ ઇન્ડિયામાં વૈભવના સંભવિત ડેબ્યૂ સાથે જોડી રહ્યા છે. તેમનું માનવું છે કે વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના નવા સફરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ગ્રાઉન્ડ પર ઉતર્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊઠશે.
બેટ સ્પોન્સરશિપનું નવું પાસું
આ પોસ્ટ સાથે જોડાયેલું એક અન્ય પાસું પણ ચર્ચામાં આવ્યું છે. શુક્રવારે વૈભવ જે બેટ સાથે દેખાયો, તેના પર 'Hero' નું સ્ટીકર જોવા મળ્યું હતું. આ પહેલા તે SS બ્રાન્ડના બેટનો ઉપયોગ કરતા હતા. તેથી આ પોસ્ટ નવા બેટ સ્પોન્સરશિપ કરારનો સંકેત હોવાની પ્રબળ શક્યતા છે. વૈભવના આ નવા વ્યવસાયિક સાહસને લઈને પણ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નિર્ણાયક ક્ષણની રાહ
વૈભવે પોતાની સ્ટોરીનો અર્થ હજુ સ્પષ્ટ કર્યો નથી. આ માત્ર અટકળોનો દોર છે. શનિવારે મેનચેસ્ટરમાં રમાનારી મેચની પ્લેઈંગ ઈલેવનમાં તેમનો સમાવેશ થાય છે કે નહીં તે જોવું રહ્યું. જો વૈભવને મેદાનમાં તક મળે તો 'New Chapter' નો અર્થ સાબિત થઈ જશે. તક ન મળે તો આ પોસ્ટ પાછળ કોઈ અન્ય રહસ્ય હોવાની વાત વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો--- Ronaldo Retirement FIFA World Cup 2026: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લેશે સંન્યાસ? બહેને કર્યો મોટો દાહો, કહ્યું- આ વર્લ્ડ કપ હશે 'લાસ્ટ ડાન્સ'