શરૂઆતમાં ઝટકા, પછી Yuvraj Singhનું તોફાન
ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત ખાસ મજબૂત રહી નહોતી. અંબાતી રાયડુ માત્ર 4 રન અને સ્ટુઅર્ટ બિન્ની 13 રન બનાવી આઉટ થયા, જ્યારે નમન ઓઝાએ 31 રનનું યોગદાન આપ્યું. ત્યારબાદ મેદાન પર આવેલા યુવરાજ સિંહે આખા મુકાબલાનો રંગ બદલી નાખ્યો. તેમણે ઓસ્ટ્રેલિયન બોલરો સામે મોટા શોટ રમ્યા અને ટીમને મજબૂત સ્કોર તરફ લઈ ગયા.
6 Sixes જોઈ યાદ આવ્યા Stuart Broad!
યુવરાજ સિંહનું નામ આવે ત્યારે ક્રિકેટ ચાહકોને 2007 T20 World Cupમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં ફટકારેલા સતત 6 છગ્ગા યાદ આવી જાય છે. લગભગ 19 વર્ષ બાદ WCL 2026ના પ્રથમ મુકાબલામાં પણ યુવરાજના બેટમાંથી કુલ 6 છગ્ગા નીકળ્યા. જોકે આ વખતે છગ્ગા સતત નહોતા. યુવરાજે 44 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા અને તેમનો Strike Rate 161.36 રહ્યો.
યુવરાજની ધમાકેદાર ઇનિંગ ઉપરાંત યુસુફ પઠાણે 20 બોલમાં 37 રન અને ઋષિ ધવને માત્ર 12 બોલમાં અણનમ 35 રન બનાવ્યા. પરિણામે ઇન્ડિયા ચેમ્પિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 196 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 197 રનનો Target આપ્યો.
D'Arcy Shortની તોફાની શરૂઆત પણ કામ ન આવી
197 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ માટે ડાર્સી શોર્ટ (D'Arcy Short)એ તોફાની બેટિંગ કરી. તેમણે માત્ર 28 બોલમાં 65 રન ફટકાર્યા, જેમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જો બર્ન્સે પણ 45 રનનું યોગદાન આપ્યું, પરંતુ અન્ય બેટરો તરફથી જરૂરી સાથ ન મળતાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ઝડપથી તૂટી પડી.
Yuvraj બાદ Kulkarni-Mohitની Bowlingનો કહેર
યુવરાજના બેટિંગ તોફાન બાદ ભારતના બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી નાખ્યો. ધવલ કુલકર્ણી (Dhawal Kulkarni)એ 4 ઓવરમાં 44 રન આપીને 4 વિકેટ ઝડપી, જ્યારે મોહિત શર્માએ 3 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી. પીયૂષ ચાવલાએ 2 અને હરભજન સિંહે 1 વિકેટ મેળવી. ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા, કેલમ ફર્ગ્યુસન અને નાથન કુલ્ટર-નાઇલ ખાતું પણ ખોલી શક્યા નહોતા, જ્યારે કુલ 8 બેટર ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહીં.
આખી ટીમ 16.2 ઓવરમાં 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ઇન્ડિયા ચેમ્પિયન્સે 46 રનથી શાનદાર જીત નોંધાવી. આ રીતે WCL 2026ની શરૂઆતમાં જ યુવરાજ સિંહે જૂના દિવસોની યાદ તાજી કરાવી અને બતાવી દીધું કે ‘યુવી’નો અંદાજ આજે પણ એટલો જ ખતરનાક છે.
આ પણ વાંચો : IND vs PAK Live Score : અભિષેક અને તિલક મચાવ્યો તરખાટ, 212 નો ટાર્ગેટ, પાક. 3 વિકેટ ગુમાવી બેકફૂટ પર!
આ પણ વાંચો : Yuzvendra Chahal Retirement: 49 મેચમાં 148 વિકેટ સાથે સફર સમાપ્ત, શું વનડે અને T20માં થશે વાપસી? વાંચો ચહલની ભાવુક પોસ્ટ