Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા મામલે 7 ની ધરપકડ, Gujarat ATS, રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન

રાજસ્થાનનાં જોધપુર નજીક ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી, જે મામલે 7 ની ધરપકડ કરાઈ છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડી 17 કિલો MD ડ્રગ્સ, 40 લિટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. ગોવિંદસિંહ ચૌહાણ અને મોનુ ઓઝા આ ફેક્ટરી ચલાવતા હોવાનું ખુલ્યું છે. આરોપી મોનુ અમદાવાદનો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા મામલે 7 ની ધરપકડ  gujarat  ats  રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન
Advertisement
  1. રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાવાનો મામલો (Gujarat ATS)
  2. આ કેસમાં અત્યાર સુધી 7 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ!
  3. 17 કિલો MD ડ્રગ્સ, 40 લિટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત
  4. જોધપુર નજીક સોઈન્દ્રા ગામમાંથી ફેક્ટરી પકડાઈ હતી
  5. ગુજરાત ATS, રાજસ્થાન પોલીસે કર્યું હતું સંયુક્ત ઓપરેશન
  6. ગોવિંદસિંહ ચૌહાણ, મોનુ ઓઝા ચલાવતા હતા ફેક્ટરી

Ahmedabad : રાજસ્થાનનાં જોધપુર (Jodhpur) નજીક સોઇન્દ્રા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી (Drug Factory) ઝડપાઈ હતી, જે મામલે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS (Gujarat ATS) અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી કરી હતી અને 17 કિલો MD ડ્રગ્સ, 40 લિટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. ગોવિંદસિંહ ચૌહાણ અને મોનુ ઓઝા (Monu Ojha) નામના શખ્સ આ ફેક્ટરી ચલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી મોનુ ઓઝા ગુજરાતના અમદાવાદનો રહેવાસી હોવાનું અને ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી મોનુ ઓઝા યુટ્યૂબ પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યો હોવાનું પૂછપરછમાં ખુલ્યું છે. હાલ આ સમગ્ર કેસની તપાસ રાજસ્થાન પોલીસ (Rajasthan Police) કરશે.

Tags :
Advertisement

.

×