રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા મામલે 7 ની ધરપકડ, Gujarat ATS, રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન
- રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાવાનો મામલો (Gujarat ATS)
- આ કેસમાં અત્યાર સુધી 7 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ!
- 17 કિલો MD ડ્રગ્સ, 40 લિટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત
- જોધપુર નજીક સોઈન્દ્રા ગામમાંથી ફેક્ટરી પકડાઈ હતી
- ગુજરાત ATS, રાજસ્થાન પોલીસે કર્યું હતું સંયુક્ત ઓપરેશન
- ગોવિંદસિંહ ચૌહાણ, મોનુ ઓઝા ચલાવતા હતા ફેક્ટરી
Ahmedabad : રાજસ્થાનનાં જોધપુર (Jodhpur) નજીક સોઇન્દ્રા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી (Drug Factory) ઝડપાઈ હતી, જે મામલે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS (Gujarat ATS) અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી કરી હતી અને 17 કિલો MD ડ્રગ્સ, 40 લિટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. ગોવિંદસિંહ ચૌહાણ અને મોનુ ઓઝા (Monu Ojha) નામના શખ્સ આ ફેક્ટરી ચલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી મોનુ ઓઝા ગુજરાતના અમદાવાદનો રહેવાસી હોવાનું અને ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી મોનુ ઓઝા યુટ્યૂબ પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યો હોવાનું પૂછપરછમાં ખુલ્યું છે. હાલ આ સમગ્ર કેસની તપાસ રાજસ્થાન પોલીસ (Rajasthan Police) કરશે.
આ પણ વાંચો - Ahmedabad : સુભાષબ્રિજ બંધ થતા વાડજ સર્કલ પર વાહનોની કતારો જામી, ખુદ પો. કમિશનરે કર્યું નિરીક્ષણ
Gujarat ATS, રાજસ્થાન પોલીસે જોધપુર નજીક ગામમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATS (Gujarat ATS) અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાતમીનાં આધારે જોધપુર નજીક આવેલા સોઇન્દ્રા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ફેક્ટરી (Drug Factory) પર દરોડાની કાર્યવાહી કરી 17 કિલો MD ડ્રગ્સ, 40 લિટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસમાં અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પૈકીનાં ગોવિંદસિંહ ચૌહાણ અને મોનુ ઓઝા આ ડ્રગ્સની ફેક્ટરી ચલાવતા હોવાનું ખુલ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી ગોવિંદસિંહે પોતાની જમીનમાં આ ફેક્ટરી શરૂ કરી હતી. જ્યારે, આરોપી મોનુ ઓઝા જે મૂળ ગુજરાતના અમદાવાદનો (Ahmedabad) રહેવાસી છે તે ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : ગોંડલ રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ક્યાં થશે? જાણો
આરોપી મોનુ ઓઝા યુટ્યૂબ પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યો!
પ્રારંભિક તપાસ મુજબ, એક મહિના પહેલા જ MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. આરોપી મોનુ ઓઝા યુટ્યૂબ પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યો હતો. સૌ પહેલા આરોપી મોનુએ 200 ગ્રામ ડ્રગ્સ બનાવ્યું હતું. અગાઉ વર્ષ 2011 માં સાઇબર ટેરરિઝમમાં આરોપી મોનુ પકડાઈ ચૂક્યો છે. અગાઉ ગુજરાત ATS એ વાપીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી હતી, જે કેસમાં આરોપી મોનુ વોન્ટેડ હતો. તપાસ કરતા આરોપી મોનુ ઓઝા જોધપુરમાં ડ્રગ્સની ફેક્ટરી ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ, આ મામલે રાજસ્થાન પોલીસ વધુ તપાસ કરશે.
આ પણ વાંચો - Porbandar: હોસ્પિટલના પ્રિઝન વૉર્ડમાં કેદીએ એસિડ ગગટાવ્યું, પછી જે થયુ...!