ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં, થપ્પડો મારી દુષ્કર્મ આચર્યા બાદ મારી નાખવાની ધમકી આપી

તાંત્રિક વિધિના નામે કેશોદના પંચાળા ગામે મહિલા સાથે બળજબરી કરી
05:31 PM Jan 12, 2025 IST | SANJAY
તાંત્રિક વિધિના નામે કેશોદના પંચાળા ગામે મહિલા સાથે બળજબરી કરી
Junagadh Tantric @ Gujarat First

Junagadh માં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મની ઘટના બની છે. જેમાં કેશોદના પંચાળા ગામે મહિલા સાથે બળજબરી કરી છે. તેમાં સુખ શાંતિ લાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. જેમાં દુષ્કર્મ આચર્યા બાદ બદનામ કરવાની ધમકી આપી હતી. તેથી કેશોદ પોલીસ સ્ટેશનમાં રણજીત પરમાર વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કેશોદ તાલુકાના પંચાળા ગામે રણજિત પરમાર નામના શખ્સે તાંત્રિક વિધિના બહાને એક મહિલા પર દુષ્કર્મ આચર્યું છે.

જાણો શું છે સમગ્ર ઘટના:

મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તે મજૂરી કામ કરતી હતી, ત્યારે રણજિત પરમાર સાથે મુલાકાત થઈ હતી. મહિલાએ ઘરમાં સુખ-શાંતિ અને ધંધા-રોજગારમાં વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં ગત શુક્રવારે રાત્રે 10 વાગ્યે આરોપી રણજિત પરમાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેણે દીવો પ્રગટાવ્યા બાદ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાને થપ્પડો મારી હતી. તેમજ આરોપીએ મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું અને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કૃત્ય આચર્યા બાદ આરોપી 10-15 મિનિટમાં જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ભોગ બનનાર મહિલાએ આ ઘટનાની જાણ તેના જેઠાણી અને પતિને કરી હતી. જેમાં મહિલાએ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રણજિતે મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

પોલીસે આરોપી રણજિત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ડીવાયએસપી દિનેશ કોળિયાતરે જણાવ્યું હતું કે, પંચાળા ગામે એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. જેમાં પંચાળા ગામની એક મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા, ઘરમાં અશાંતિ રહેતી હતી અને ધંધા રોજગાર ચાલતા ન હતા. જેથી તેમને જાણવા મળેલ કે પંચાળા ગામના જ રણજિત પરમાર નામનો વ્યક્તિ તાંત્રિક વિધિ કરે છે. આ વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે. આ વાતોમાં આવી જઈ ભોગ બનનાર મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજિત પરમારનો સંપર્ક કર્યો હતો.

આજે રાત્રે હું ઘરે આવી તાંત્રિક વિધિ કરી આપીશ

રણજિતે મહિલાને કહ્યું હતું કે, આજે રાત્રે હું ઘરે આવી તાંત્રિક વિધિ કરી આપીશ. જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. ત્યારે શુક્રવારની રાત્રે મહિલાના પતિ તેના ઘરે ન હતા તે સમયે રણજિત પરમાર નામનો ઈસમ તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના ઘરે ગયો હતો. રણજિતે તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના ઘરનો દરવાજો બંધ કરી મહિલા સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો, ત્યારે મહિલાએ વિરોધ નોંધાવતા રણજિતે મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો: Uttarayan: અમદાવાદીઓને પતંગ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ

Tags :
GujaratGujarat First JunagadhGujarat NewsGujarati NewsGujarati Top NewsTantricTop Gujarati News
Next Article