ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા 17 વર્ષીય સગીરે 5 માં માળેથી કૂદી આપઘાત કર્યો

પિતાનાં ફોન બાદ દીકરા સમર્થે 'થોડીવારમાં ફોન કરૂં છું' કહીને ફોન કાપી નાખ્યો હતો.
07:59 PM Apr 08, 2025 IST | Vipul Sen
પિતાનાં ફોન બાદ દીકરા સમર્થે 'થોડીવારમાં ફોન કરૂં છું' કહીને ફોન કાપી નાખ્યો હતો.
OnlineGame_Gujarat_first
  1. ઓનલાઈન ગેમની આડઅસરનો વધુ એક ચોંકાવનારો કિસ્સો! (Ahmedabad)
  2. અમદાવાદનાં એલિસબ્રિજ વિસ્તારમાં સગીરે આપઘાત કર્યો
  3. VS હોસ્પિટલ પાસેના મહેતા કોમ્પ્લેક્સમાં 5 માં માળેથી કૂદી આત્મહત્યા કરી
  4. ઓનલાઇન ગેમમાં નાણાં હારતા પિતાના ડરથી જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા
  5. એલિસબ્રિજ પોલીસે સગીરના આપઘાત મામલે તપાસ હાથ ધરી

Ahmedabad : ઓનલાઈન ગેમની આડઅસરે વધુ એક માસૂમનો જીવ લીધો છે. અમદાવાદનાં એલિસબ્રિજ વિસ્તારમાં એક સગીરે ઓનલાઇન ગેમમાં નાણાં ગુમાવતા કોમ્પ્લેક્સનાં પાંચમાં માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની રૂંવાડા ઊભા કરે એવી ઘટના બની છે. પિતાના ઠપકાનાં ડરથી સગીરે અંતિમ પગલું ભર્યું હોવાના પ્રાથમિક અનુમાન છે. એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police) સગીરના મૃતદેહને પીએમ અર્થે મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gun Licence Scam : 108 આરોપીઓ સામે થશે કાર્યવાહી, હથિયાર પરવાના કૌભાંડ આચરતી ટોળકી ઝડપાઈ

રૂ. 36 હજાર કપાતા પિતાએ દીકરાને ફોન કરી તપાસ કરવાનું કહ્યું હતું

પ્રાથમિક માહિતી અનુસાર, ઓઢવ વિસ્તારમાં રહેતો 17 વર્ષીય સગીર સમર્થ ભોલે સાણંદ સર્કલ પાસે આવેલી L.J. કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગત 5 એપ્રિલે રાતે પિતા સુભાષભાઇએ સમર્થને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, 'તેમના એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂ. 36 હજાર કપાઈ ગયાનો મેસેજ આવ્યો છે, જેથી ચેક કર...' ત્યાર બાદ સમર્થે 'થોડીવારમાં ફોન કરૂં છું' કહીને ફોન કાપી નાખ્યો હતો.

આ પણ વાંચો - Surat: SVNIT કોલેજ ફરી વિવાદમાં, એન્ટરટેઈન્મેન્ટના નામે કોલેજમાં જોખમી સ્ટંટ, જુઓ વીડિયો

મહેતા કોમ્પ્લેક્સના 5 માં માળેથી કૂદીને આપઘાત કર્યો

બાદમાં પિતા સુભાષભાઈ દ્વારા દીકરા સમર્થેને અવારનવાર ફોન કરતા તેણે ઉપાડયો ન હતો, જેથી તપાસ કરતા તેમનો પુત્ર વી.એસ. હોસ્પિટલમાં (VS Hospital) છે એવી માહિતી મળી હતી. આથી, સુભાષભાઈ સંબંધીઓ સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોચ્યાં હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, સમર્થે વી. એસ. હોસ્પિટલની બાજુમાં આવેલ મહેતા કોમ્પ્લેક્સના (Ahmedabad) 5 માં માળેથી કૂદીને આપઘાત કર્યો છે. આ અંગે પોલીસને જાણ થતાં એલિસબ્રિજ પોલીસની (Ellisbridge Police) ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક સમર્થ ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા હારી જતા પિતાના ઠપકાનાં ડરથી 5 માં માળેથી કૂદીને જીવન ટુંકાવ્યું હોવાનાં અનુમાન છે. જો કે, પોલીસે સગીરનો મોબાઈલ ફોન FSL માં મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : જીતો અમદાવાદ, જૈન સમાજ દ્વારા 9 એપ્રિલે 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું અદ્ભુત આયોજન

Tags :
AhmedabadBoy Harmed his self due to Online GameCrime NewsEllisbridge PoliceGUJARAT FIRST NEWSL.J. CollegeMehta ComplexSamarth Bhole CaseTop Gujarati NewsVS Hospital
Next Article