Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: દરિયાપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો

નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી
ahmedabad  દરિયાપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો
Advertisement
  • નરાધમ બાપે એક વર્ષ સુધી 14 વર્ષની સગીર દીકરી પર કર્યું દુષ્કર્મ
  • દીકરીને ગર્ભ રહી જતા સિવિલ હોસ્પિટલ ખસેડાતા બાળકને આપ્યો જન્મ
  • 14 વર્ષની દીકરીએ બાળકને જન્મ આપતા હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને કરાઈ જાણ

અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. મોટી વાત તો એ છે કે સગીર દીકરી ગર્ભવતી થતા તેણે બાળકીને જન્મ આપ્યો અને આ સમગ્ર મામલો સામે આવ્યો છે. કોણ છે આ નરાધમ પિતા અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.

મહિલાએ હિંમત કરી અને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી

દરિયાપુર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ નરાધમ આરોપીએ પોતાની જ સગીર દીકરી પર દાનત બગાડી દુષ્કર્મ ગુજાર્યું છે. દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની 14 વર્ષની દીકરીને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. જેથી તેની સાથે આ દુષ્કૃત્ય કોણે કર્યું તે અંગે માતાએ પૂછતા સગીરાએ જે હકીકત જણાવી તે સાંભળી માતાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારનાર અન્ય કોઈ નહિ પરંતુ તેના પિતા જ હતા. અંગે મહિલાએ હિંમત કરી અને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

બાળકીને જન્મ આપતા નરાધમ પિતાની કરતૂત સામે આવી ગઈ

આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. સગીરાએ તેની માતાને હકીકત જણાવી હતી કે તેના પિતાએ છેલ્લા એક વર્ષથી અવારનવાર માતાની ગેરહાજરીમાં તેમજ મોડી રાત્રે સગીરાને શરીરે અડપલા કરી મોઢું દબાવી કપડાં કઢાવી ધાક ધમપીઓ આપતો હતો. તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને જેના કારણે તેને આ ગર્ભ રહી ગયો હતો. પિતા ડરાવી ધમકાવી તેની સાથે આ પ્રકારનું કરતા હોવાથી સગીરા પોતે ડઘાઈ ગઈ હતી. જેના કારણે તે માતાને નરાધમ પિતાની અસલિયત બતાવી શકતી ન હતી. પરંતુ અંતે સગીરાને ગર્ભ રહ્યો અને તેણે બાળકીને જન્મ આપતા નરાધમ પિતાની કરતૂત સામે આવી ગઈ છે.

Advertisement

પોલીસે આરોપી સામેના પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી

આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેને સંતાનમાં 6 બાળકો છે, જેમાં 3 દીકરીઓમાં સૌથી મોટી દીકરી સાથે તેણે આ કૃત્ય આચર્યું હતું. ઝડપાયેલા આરોપીને DNA રિપોર્ટ કરાવી પોલીસે આરોપી સામેના પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્ય સરકારની પાઠશાળાની નીતિમાં સુધારાની જાહેરાત

Tags :
Advertisement

.

×