Ahmedabad: રેલવે સ્ટેશન પર તમને કોઇ સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપે તો ચેતી જજો
- સાબરમતી પોલીસ દ્વારા 2 આરોપીની કરાઇ ધરપકડ
- સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપી ATM કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા
- રેલવે ફોર્મ ટીકીટ જગ્યા કાર્ડ હોવું જરૂરી હોવાની આપતા હતા લાલચ
Ahmedabad : સાબરમતી રેલવે સ્ટેશન બહાર પેસેન્જર પાસેથી એટીએમ અને મોબાઇલ મેળવી સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીના બે ઈસમોની સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાબરમતી પોલીસ સ્ટેશન બહાર મહાવીર કુશવાહ, જયંતિ પ્રજાપતિ, સોનુ શર્મા નામના લોકો દ્વારા રેલવે પ્લેટફોર્મ ટીકીટ સાથે સ્માર્ટ કાર્ડ ખૂબ જ જરૂરી છે. તેવી લાલચ પરપ્રાંતીય આવતા મુસાફરોને આપવામાં આવતી હતી.
લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું
આ સમય દરમિયાન તેમની ટીમના લોકો આવીને સ્માર્ટ કાર્ડ બનાવવા માટે એટીએમ અને મોબાઈલ નંબર આપતા જેથી કરીને લોકોને પણ આમાં લાલચ આપવામાં આવતી હતી. આ ઘટનાની સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ધર્મનગર રેલવે સ્ટેશન આગળ પેસેન્જર પાસેથી એટીએમ કાર્ડ તેમજ મોબાઇલ ફોન મેળવીને એટીએમમાંથી પૈસા ઉપાડી નાસી ગયા હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. જેના સંદર્ભમાં સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી સોનું શર્મા નામનો ફરાર હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા બંને આરોપી પણ સુરત રેલવે સ્ટેશન ખાતે પણ આ જ પ્રકારનું લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ દ્વારા રૂપિયા 1 લાખ 16 હજારના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી
સાબરમતી રેલવે સ્ટેશન બહાર સ્માર્ટ કાર્ડ બનાવવાના મામલે પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં સ્માર્ટ કાર્ડ બનાવવાની લાલચ આપી ATM કાર્ડમાંથી પૈસા ઉપાડવાનું કામ કરતા હતા. તેમાં મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ નામના આરોપી ધરપકડ કરવામાં આવી છે. તથા સોનું શર્મા નામનો આરોપી હજુ ફરાર છે. તેમજ સાબરમતી પોલીસ દ્વારા રૂપિયા 1 લાખ 16 હજારના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરનો પિરોટન ટાપુ ગેરકાયદે અતિક્રમણથી મુક્ત થયો: Harsh Sanghavi