Ahmedabad: શહેરમાંથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
- આતંકીઓએ લખનઉમાં RSS કાર્યાલયની રેકી કરી હતી
- દિલ્હીની આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનું સામે આવ્યું
- ATSએ ઝડપેલા 2 આતંકી યુપી, 1 હૈદરાબાદનો રહેવાસી
Ahmedabad: શહેરમાંથી ગુજરાત ATSએ 3 આતંકીઓની ધરપકડ કર્યા બાદ હવે ફરીદાબાદમાંથી પણ એક આતંકી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં દરોડા પાડીને ડૉક્ટરના રૂમમાંથી 300 કિલો RDX, AK-47, દારૂગોળો અને કેમિકલ જપ્ત કર્યા છે. અગાઉ યુપીના સહારનપુરમાંથી ઝડપાયેલા જૈશના આતંકીની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આતંકીઓએ લખનઉમાં RSS કાર્યાલયની રેકી કરી હતી
ગુજરાતમાં પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આતંકીઓએ લખનઉમાં RSS કાર્યાલયની રેકી કરી હતી. તથા દિલ્હીની આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનું સામે આવ્યું છે. જેમાં ATSએ ઝડપેલા 2 આતંકી યુપી, 1 હૈદરાબાદનો રહેવાસી છે. તથા રાજસ્થાનના હનુમાનગઢથી હથિયાર મેળવ્યાનો ખુલાસો થયો છે.
Gujarat માં પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો । Gujarat First @GujaratPolice #Gandhinagar #GujaratATS #TerrorPlotFoiled #Adalaj #TerrorArrest #NationalSecurity #ATSAction #IndiaSecurity #TerrorAlert #LawAndOrder #GujaratNews #BreakingNews #GujaratFirst pic.twitter.com/kE7bV7tAQ6
— Gujarat First (@GujaratFirst) November 10, 2025
અદીલ રાથર અંગે તાજેતરમાં સનસનીખેજ ખુલાસો થયો
મૂળ પુલવામાનો મુજાહિલ શકીલ નામના ડૉક્ટરે ફરીદાબાદમાં 3 મહિના અગાઉ રૂમ ભાડે લીધો હતો. પોલીસે રૂમમાંથી 14 જેટલી બેગ પણ જપ્ત કરી છે. અંસર ગજવત-ઉલ હિન્દ નામના આતંકી સંગઠન સાથે જોડાયેલી તપાસમાં 3 ડૉક્ટર આ સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. અનંતનાગના ડૉક્ટર અદીલ અમહદ રાથરની પૂછપરછમાં શકીલ અંગે ખુલાસો થયો હતો. અદીલ રાથર અંગે તાજેતરમાં સનસનીખેજ ખુલાસો થયો હતો કે અનંતનાગ મેડિકલ કોલેજમાં તેના લોકરમાંથી AK-47 રાઈફલ મળી હતી. હથિયાર અને RDX અંગે ગુજરાત, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યને સાંકળતી તપાસ કરવામાં આવી રહી છે.
દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો
દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં ગુજરાત બાદ ફરીદાબાદમાં વિસ્ફોટક ષડયંત્ર રચાયુ હતુ. જેમાં ડૉક્ટરના રૂમમાંથી 300 કિલો RDX જપ્ત કરાયો છે. તથા દારૂગોળો, કેમિકલ સાથે આતંકીની ધરપકડ કરી છે. અંસાર ગજવત-ઉલ-હિંદ સાથે સંકળાયેલો છે. જમ્મુ પોલીસનું ફરીદાબાદમાં મોટું ઓપરેશન થયુ છે. અગાઉ યુપીથી જૈશનો આતંકી ઝડપાયો હતો. 3 મહિના પહેલા મુજાહિલ શકીલે રૂમ લીધો હતો. જેમાં હવે ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમાં હરિયાણા, જમ્મુ કાશ્મીર, યુપીમાં તપાસ તેજ થઇ છે.
આ પણ વાંચો: Thailand: બદલાયા દારૂ પીવાના નિયમ! કાયદો ભંગ કરનારને રૂ.27 હજારનો થશે દંડ


