Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahemdabad : બકરામંડી પાસે 3-4 વાહન, લોકોને અડફેટે લેનારા ફરાર કોન્સ્ટેબલની ફરી ધરપકડ

કેટલાક સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે અકસ્માત સમયે કોન્સ્ટેબલ ચિક્કાર નશાની હાલતમાં હતો.
ahemdabad   બકરામંડી પાસે 3 4 વાહન  લોકોને અડફેટે લેનારા ફરાર કોન્સ્ટેબલની ફરી ધરપકડ
Advertisement
  1. રાણીપ બકરામંડી પાસે પોલીસકર્મીએ કરેલા અકસ્માતનો મામલો (Ahemdabad)
  2. રાણીપ પોલીસે અકસ્માત કરનાર અને ફરાર કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાની કરી ધરપકડ
  3. કોન્સ્ટેબલ સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ફરાર થયો હતો
  4. રાણીપ પોલીસે કોન્સ્ટેબલને ફરાર કર્યો હોવાના આક્ષેપ થયા હતા

અમદાવાદનાં (Ahemdabad) રાણીપ વિસ્તારમાં આવેલ બકરામંડી (Bakramandi, Ranip) પાસે પોલીસકર્મી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. પોલીસકર્મી યુવરાજસિંહ વાઘેલાએ પૂરપાટ ઝડપે કાર હંકારીને ત્રણથી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા અને 3-4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. અકસ્માત સર્જનાર નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો હતો. ઘટનાની જાણ થતાં રાણીપ પોલીસની ટીમ (Ranip Police Team) સ્થળે પહોંચી હતી અને પોલીસકર્મી યુવરાજસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી. જો કે, કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તે ફરાર થયો હતો. ત્યાર બાદ રાણીપ પોલીસે કોન્સ્ટેબલને (Constable Yuvrajsinh Vaghela) ફરાર કર્યો હોવાના પણ આક્ષેપ થયા હતા. જો કે, હવે પોલીસે ફરાર કોન્સ્ટેબલને ફરી ઝડપી પાડ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : રાણીપમાં નશો કરી પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, ત્રણથી ચાર વાહનોને કારે અડફેટે લીધા

Advertisement

કોન્સ્ટેબલે ત્રણથી ચાર વાહનો અડફેટે લીધા હતા, નશામાં હોવાનો આરોપ

અમદાવાદનાં (Ahemdabad) રાણીપ વિસ્તારમાં આવેલા બકરામંડી પાસે 31 મેની મોડી રાતે પૂરપાટ આવતી પોલીસવાને ત્રણથી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3-4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. અકસ્માત સર્જનાર પોલીસની ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી. આ પોલીસની ગાડી ચાલવનારની ઓળખ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા તરીકે થઈ હતી, જે માધુપુરા પોલીસ સ્ટેશનમાં (Madhupura Police Station) ફરજ બજાવે છે. સ્થાનિકોએ કોન્સ્ટેબલને પકડી મેથીપાક ચખાડ્યો હતો. કેટલાક સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે અકસ્માત સમયે કોન્સ્ટેબલ ચિક્કાર નશાની હાલતમાં હતો. જો કે, આ ઘટના અંગે જાણ થતાં રાણીપ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાની કરી ધરપકડ હતી.

આ પણ વાંચો - Jamnagar : GG હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, આઉટસોર્સ કર્મચારીઓએ આચાર્યું કૌભાંડ

કોન્સ્ટેબલ સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ફરાર થયો હતો

માહિતી અનુસાર, કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાને (Constable Yuvrajsinh Vaghela) જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે તે પોલીસ પકડમાંથી નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ રાણીપ પોલીસે (Ranip Police Team) જ કોન્સ્ટેબલને ફરાર કર્યો હોવાના આક્ષેપ થયા હતા. જો કે, હવે પોલીસ દ્વારા ફરાર કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાની ફરી ધરપકડ કરવામાં આવી છે. રાણીપ પોલીસે આરોપી કોન્સ્ટેબલને પકડીને L ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યો છે. એલ ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Gandhinagar : મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક મળી, હવામાન વિભાગની આગાહી અંગે ચર્ચા કરી

Tags :
Advertisement

.

×