Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પોન્ઝી સ્કીમમાં રૂ.77 કરોડથી વધુની ઉચાપત કરનાર આરોપી ઝડપાયો

અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી
ahmedabad  પોન્ઝી સ્કીમમાં રૂ 77 કરોડથી વધુની ઉચાપત કરનાર આરોપી ઝડપાયો
Advertisement
  • ઈન્ટરપોલની મદદથી CBIએ અમદાવાદથી કરી ધરપકડ
  • પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની ઉચાપતનો કેસ
  • ચરોતર નાગરિક સહકારી બેંકમાં કરી હતી ઉચાપત

Ahmedabad: 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ વિરેન્દ્ર પટેલ ઝડપાયો છે. જેમાં ઈન્ટરપોલની મદદથી CBIએ અમદાવાદથી ધરપકડ કરી છે. તેમાં પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની ઉચાપતનો કેસ હતો. જેમાં ચરોતર નાગરિક સહકારી બેંકમાં ઉચાપત કરી હતી. તથા 2002માં ગુજરાત પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. તેમજ 3 માર્ચ 2004માં CBIએ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરી હતી. જેમાં આરોપી અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે.

77 કરોડના કૌભાંડ કેસમાં 20 વર્ષથી વોન્ટેડ હતો

આણંદની ચરોતર નાગરિક સહકારી બેન્કના ચકચારી કૌભાંડના કેસમાં CBIને મોટી સફળતા મળી છે. જેમાં 77 કરોડના કૌભાંડ કેસમાં 20 વર્ષથી વોન્ટેડ પૂર્વ ડાયરેક્ટર વિરેન્દ્ર મણિભાઈ પટેલની CBIએ ધરપકડ કરી છે. અમેરિકાથી અમદાવાદ આવતો હોવાની માહિતીના આધારે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. બેન્ક કૌભાંડ કેસમાં 2002માં પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. 3 માર્ચ 2004માં ઈન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી. CBIની ટીમ પાસેથી ગુજરાત પોલીસની ટીમે કૌભાંડી વિરેન્દ્ર પટેલનો કબજો મેળવ્યો છે.

Advertisement

2004થી રેડકોર્નર નોટિસ જારી હતી

વર્ષ 2002માં વીરેન્દ્ર પટેલ સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડી સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો. સીબીઆઈએ વર્ષ 2004માં આરોપી વીરેન્દ્ર પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી. ઈન્ટરપોલની વિવિધ ચેનલના માધ્યમથી આરોપીની કડી મળતા અંતે પોલીસે આરોપીને દબોચી લીધો છે.

Advertisement

આ પણ વાંચો: Mahakumbh 2025: મહેસાણાના શ્રદ્ધાળુનું સંગમ સ્થાન તરફ પગપાળા જતા હાર્ટએટેકથી મોત થયુ

Tags :
Advertisement

.

×