Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: વેબસાઈટ હેકિંગ કેસમાં આરોપીઓએ કર્યો મોટો ખુલાસો

વેબસાઈટ હેકિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બેંકના ડેપ્યુટી મેનેજર અટકાયત કરી
ahmedabad  વેબસાઈટ હેકિંગ કેસમાં આરોપીઓએ કર્યો મોટો ખુલાસો
Advertisement
  • અન્ય કેટલીક બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની શંકા
  • સિક્યુરીટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઇ કોમર્સ વેબસાઈટ હેક કરીને 7 કરોડની ઠગાઈ
  • ક્રાઇમ બ્રાન્ચે ડેપ્યુટી મેનેજર સહદેવની અટકાયત કરી છે

Ahmedabad: વેબસાઈટ હેકિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બેંકના ડેપ્યુટી મેનેજર અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ દિપક ઢોલાએ જણાવ્યું છે કે કરોડોની ઠગાઈ કરનાર ત્રણ આરોપીની ધરપકડ બાદ તેમની પૂછપરછ કરાઈ હતી જેમાં એક બાદ એક કેટલાક મહત્વના ખુલાસા થયા છે. આરોપી ડેપ્યુટી બેંક મેનેજર પાસેથી યુ. ટી.આર કોડ મેળવીને ઓનલાઈન જુગારના પૈસા મેળવતા હતા.

સિક્યુરીટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઇ કોમર્સ વેબસાઈટ હેક કરીને 7 કરોડની ઠગાઈ

સિક્યુરીટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઇ કોમર્સ વેબસાઈટ હેક કરીને 7 કરોડની ઠગાઈ કરનાર આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપી જુગારના શોખીન હતાં, જેમાં પૈસા હારી ગયા હતાં , જેથી વધુ પૈસા કમાવવાની લાલચમાં તેમને એક મોટો કાંડ કર્યો હતો. ઓનલાઈન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના યુટીઆર કોડ મેળવી તેમના પૈસાથી જુગાર રમતા હતા. જેમાં બેંક કર્મચારીને કમિશનની લાલચ આપી તેમની પાસેથી યુટીઆર કોડ મેળવતા હતા. રાણીપ બ્રાન્ચની એક્સિસ બેંકના ફોરેન ચેસ્ટ કરન્સીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરે આરોપી વિજયને વોટ્સએપથી યુટીઆર કોર્ડ મોકલતો હતો. જે બેંક મેનેજરને રકમના 3 થી 10% કમિશન આપતો હતો.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચે ડેપ્યુટી મેનેજર સહદેવની અટકાયત કરી છે

બેંકના ડેપ્યુટી મેનેજરને અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયા આરોપી વિજયએ આપ્યા હોવાનું કબૂલી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ડેપ્યુટી મેનેજર સહદેવની અટકાયત કરી છે. આરોપી વિજય વાઘેલા અને સહદેવ જુનો મિત્રો છે. જેમાં યુટીઆર કોડથી નંબર મેળવી આરોપી ગેમિંગમાં રૂપિયા ચિપ્સ મેળવી ઓનલાઇન જુગાર રમ્યા હોવાથી Rummy circle અને my11 circle ગેમિંગ ક્રાઇમ બ્રાન્ચે નોટિસ આપી છે. કારણ કે આ બંને ગેમ એપ્લિકેશનમાં પેમેન્ટ બાબતે ખામી હોવાના કારણે આરોપી તે શોધીને ઠગાઈ આચરતા હતા.

Advertisement

એચડીએફસી બેન્ક સહિત અન્ય કેટલીક બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની શંકા

આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એચડીએફસી બેન્ક સહિત અન્ય કેટલીક બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની શંકા છે જે અંગે તપાસ ચાલી રહી છે. માત્ર આટલું જ નહીં પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા અગાઉના ત્રણ આરોપી ઈ કોમર્સ વેબસાઈટ પરથી અલગ અલગ મોંઘી ચીજ વસ્તુઓ મંગાવતા, જેમાં લેપટોપ મોબાઈલ ડ્રોન અને મોટા કેમેરાનો સમાવેશ થાય છે. આરોપીઓ મોંઘી ચીજ વસ્તુઓ ખરીદતા પરંતુ તેનું પેમેન્ટ કરતા સમયે પેમેન્ટ એપ્લિકેશનને હેક કરી દેતા જેથી ઊંચી કિંમતની ચીજ વસ્તુઓ માટે તેઓ માત્ર બે રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી રકમ કપાતી હતી. વધુ તપાસમાં અનેક ખુલાસા થઇ શકે છે તેમ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ દિપક ઢોલાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: China House Viral Video: 2 કરોડમાં પણ જમીન ન આપી, ત્યારે સરકારે ઘરની આસપાસ બનાવ્યો હાઇવે

Tags :
Advertisement

.

×