Ahmedabad: ચાંદખેડાની હોટલમાં પ્રેમી યુગલનો આપઘાત, PI એ શું આપ્યું નિવેદન?
અમદાવાદના ચાંદખેડાની કુમકુમ હોટલમાં મહિસાગરના રહેવાસી પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. યુવતી નર્સિંગનો અભ્યાસ કરતી હતી, જ્યારે યુવક મજૂરીકામ કરતો હતો. પ્રેમ સંબંધ અને લગ્નમાં આવતી મુશ્કેલીઓને કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.
Advertisement
Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કુમકુમ હોટલમાં એક પ્રેમી યુગલે ગળે ફાંસો (Hanging) ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ છે. 21 વર્ષીય યુવક અને 22 વર્ષીય યુવતીએ નાયલોનની દોરી (Nylon rope) વડે પંખા સાથે લટકીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ કરુણ ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ચાંદખેડા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ આપઘાત મામલે PI એ નિવેદન આપ્યું છે.

