Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચની વધુ એક સરાહનીય કામગીરી, 4 વર્ષીય બાળકીનાં અપહરણનો ભેદ ઉકેલ્યો
- Ahmedabad ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી
- નવરંગપુરામાં બાળકીનાં અપહરણનો ભેદ ઉકેલ્યો
- ક્રાઈમ બ્રાન્ચે ગણતરીનાં 3 દિવસોમાં જ બાળકીને શોધી કાઢી
- અપહરણ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી ધરપકડ
- બાળકીની ઓળખ છુપાવવા અપહરણકર્તાએ વાળ કાપ્યા હતા
- ક્રાઈમ બ્રાન્ચની 7 ટીમે સતત 3 દિવસ રાત-દિવસ મહેનત કરી બાળકીને શોધી કાઢી
Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સઘન કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. નવરંગપુરા વિસ્તારમાં (Navrangpura) 4 વર્ષની બાળકીનાં અપહરણનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમે ઉકેલી કાઢ્યો છે. અપહરણ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. બાળકીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) સાતેય ટીમોએ સતત 3 દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી હતી. આ કેસ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી, જેમાં આરોપી મહિલાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કેસની વધુ તપાસ હાલ ચાલુ છે.
આ પણ વાંચો - Gujarat : મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન -ચીફ એર માર્શલ
-અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી
-નવરંગપુરામાં બાળકીના અપહરણનો ભેદ ઉકેલ્યો
-ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં બાળકીને શોધી કાઢી
-અપહરણ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી ધરપકડ
-બાળકીની ઓળખ છુપાવવા અપહરણકર્તાએ કાપ્યા હતા વાળ
-ક્રાઈમ બ્રાન્ચની 7 ટીમ સતત 3 દિવસથી શોધી… pic.twitter.com/DtrmtQWV5p— Gujarat First (@GujaratFirst) May 28, 2025
બાળકીને શોધવા ક્રાઈમ બ્રાન્ચે 70 થી વધુ પોલીસકર્મીઓની 7 ટીમ બનાવી
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અન્ય કાર્યક્રમોને લઈ ઘણા બંદોબસ્ત હોવા છતાં બાળકીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા 7 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં 70 થી વધુ ક્રાઈમ બ્રાન્ચ પોલીસકર્મીઓ સામેલ હતા. તમામ ટીમો દ્વારા સતત 3 દિવસ સુધી રાત-દિવસ બાળકને શોધવા માટે સઘન તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને
-અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં થયેલા ચાર વર્ષીય બાળકીના અપહરણનો ભેદ ઉકેલાઈ ગયો
-ક્રાઈમ બ્રાન્ચના 70થી વધુ ક્રાઈમ બ્રાન્ચ પોલીસકર્મીઓન દ્વારા કરવામાં આવેલી સતત 3 દિવસની શોધખોળ બાદ મળી આવી દીકરી
-દીકરીને જોતા જ રડી પડી હતી માતા
-અપહરણ કરનાર આરોપી નિકિતાની ધરપકડ
-આ કેસને લઇ વધુ… pic.twitter.com/0EJMBSYHyW— Gujarat First (@GujaratFirst) May 28, 2025
સતત 3 દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી, અંતે આરોપીને ઝડપી પાડ્યો
બાળકીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યા હતા. આખરે પોલીસકર્મીઓની મહેનત રંગ લાવી અને 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. બાળકીને કોઈ ઓળખી ન શકે તે માટે આરોપીએ તેણીનાં વાળ પણ કાપી નાંખ્યા હતા. જો કે, તેમ છતાં ઘટનાનાં ગણતરીનાં 3 દિવસમાં જ ક્રાઇમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી અને ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Ahmedabad : દીકરીને જોતા જ રડી માતા...સતત 3 દિવસની શોધખોળ બાદ આવ્યો સુખદ અંત... | Gujarat First
-અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં થયેલા ચાર વર્ષીય બાળકીના અપહરણનો ભેદ ઉકેલાઈ ગયો
-ક્રાઈમ બ્રાન્ચના 70થી વધુ ક્રાઈમ બ્રાન્ચ પોલીસકર્મીઓન દ્વારા કરવામાં આવેલી સતત 3 દિવસની શોધખોળ બાદ… pic.twitter.com/u1Yy3dJHDc— Gujarat First (@GujaratFirst) May 28, 2025
ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સ, અપહરણ અંગે મોટો ઘટસ્ફોટ!
આ કેસની વધુ માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચનાં ACP ભરત પટેલે (Bharat Patel) જણાવ્યું કે, બાળકીને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચની 7 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી 34 પોલીસકર્મી CCTV ફૂટેજ તપાસતા હતા. તપાસ દરમિયાન લો ગાર્ડન પાસેનાં CCTV ચાલુ ન હોવાનું જણાયું હતું, જેથી શરૂઆતમાં મોટો પડકાર હતો. એસીપીએ જણાવ્યું કે, બાળકીનું અપહરણ કરનાર આરોપી મહિલાનું નામ નિકિતા દંતાણી (ઉં.35) છે. તે રાયખડ વિસ્તારમાં રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) ફૂટપાથ પર રહેતી હતી. મહિલા આરોપીએ બીજા લગ્ન કર્યા હતા, જેને સંતાન ન હતું. દરમિયાન, મહિલા લો ગાર્ડન (Law Garden) ગઈ હતી, જ્યાં રમતું બાળક જોયું અને તેની સાથે 1 કલાક ગાળ્યો હતો. ત્યાર બાદ બાળકને પોતાની સાથે લઈ ગઈ. મહિલા આરોપીને સંતાન ન હોવાથી અપહરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બાળકને કોઈ ઓળખે નહીં તે માટે આરોપી મહિલાએ વાળ કાપ્યા હતા
ક્રાઇમ બ્રાન્ચનાં (Ahmedabad Crime Branch) ACP ભરત પટેલે વધુમાં જણાવ્યું કે, અપહરણ બાદ આરોપી મહિલાએ રાતે રિવરફ્રન્ટનાં અલગ-અલગ વિસ્તારમાં રોકાણ કર્યું હતું. આરોપી મહિલાનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. બાળકને કોઈ ઓળખે નહીં તે માટે વાળ કાપી નાખ્યા હતાં. આરોપી મહિલાને પહેલા લગ્ન બાદ તેનો પતિ મૃત્યુ પામ્યો હતો. જે બાદ પ્રેમ લગ્ન કર્યા. જો કે, બાળક ન હોવાનાં કારણે પતિ બરોબર રાખતો ન હતો, જેથી ઘરેથી કાઢી મૂકી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Mock drill : આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રીલ યોજાશે, સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી આયોજન