Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ઉદેપુરથી ઝડપાયો
- Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં સભ્યની ધરપકડ કરી
- અગાઉ સુખદેવ ગોગામેડી હત્યા કેસ સંદર્ભે થઈ ચૂકી છે ધરપકડ
- પકડાયેલ બિશ્નોઈ ગેંગનાં સભ્ય સામે અત્યાર સુધી 12 ગુના નોંધાઇ ચૂક્યા છે
- રથયાત્રા સંદર્ભે વોન્ટેડ આરોપીની શોધખોળ કરતા હતા : PI
Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં (Lawrence Bishnoi Gang) સભ્યની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ રથયાત્રા સંદર્ભે વોન્ટેડ આરોપીની શોધખોળ કરતી હતી તે દરમિયાન લોરેન્સનો સાગરિત ઝડપાયો છે. અગાઉ સુખદેવ ગોગામેડી હત્યા કેસ (Sukhdev Gogamedi Case) સંદર્ભે પણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ PI એ વધુ માહિતી આપી છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કેટલા DNA મેચ થયા? ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી, NFSU લેબ પહોંચ્યું Gujarat First
બિશ્નોઈ ગેંગનાં મનોજ સાલ્વેની ઉદેપુરથી ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) મોટી સફળતા મળી છે. રથયાત્રા (Rath Yatra 2025) સંદર્ભે વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં (Lawrence Bishnoi Gang) સભ્યની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, ધરપકડ થયેલ શખ્સ સામે અગાઉ 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત, અગાઉ સુખદેવ ગોગામેડી હત્યા કેસ સંદર્ભે પણ ધરપકડ થઈ ચૂકી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ PI I.N. ધાસુરાએ જણાવ્યું કે, રથયાત્રા સંદર્ભે વોન્ટેડ આરોપીની શોધખોળ કરતા હતા. દરમિયાન, ગેંગસ્ટર લોરેન્સનો સાગરિત ઝડપાયો છે. ઉદેપુરથી મનોજ સાલ્વેની (Manoj Salve) ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો - VADODARA : SSG હોસ્પિટલમાં મહિલા સિક્યોરીટી ગાર્ડની છેડતી, એકની અટકાયત
વર્ષ 2022 માં એટીએસ એ આરોપી મનોજને વોન્ટેડ જાહેર કર્યો હતો
ક્રાઈમ બ્રાન્ચ PI એ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2022 માં એટીએસ એ આરોપી મનોજને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપ છે કે આરોપી અલગ-અલગ જગ્યાએથી ગન મેળવીને પહોંચાડતો હતો. આરોપી સામે ગુજરાત સિવાય રાજસ્થાન (Rajasthan) અને દિલ્હીમાં પણ ગુના નોંધાઇ ચૂક્યા છે. તાજેતરમાં સેલિબ્રિટીને ધમકી આપવા મામલે તેની સંડોવણી છે કે કેમ ? તે અંગે તપાસ કરવામાં આવશે. અગાઉ કરણી સેનાનાં (Karni Sena) અધ્યક્ષ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં NIA એ આરોપીની ધરપકડ કરી હતી. આ હત્યા કેસનાં મુખ્ય આરોપી રોહિત સાથે મનોજ જોડાયેલો હોવાનું ખુલ્યું હતું.
આ પણ વાંચો - Gandhinagar : કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક દિવાલ ધસી પડી, 3 દટાયા, એકનું મોત