Ahmedabad : રમકડાં-ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સના ધંધાનો પર્દાફાશ
- ક્રાઈમ બ્રાંચે 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો
- શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત
- હાઈબ્રીડ ગાંજો, MD ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad : શહેરમાં ફરીથી વિદેશથી પાર્સલમાં આવેલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાંચે રૂપિયા 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત કરાયા છે. તેમાં હાઈબ્રીડ ગાંજો, MD ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રમકડાં અને ખાદ્ય સામગ્રીની આડમાં નશાનો સામાન લવાયો હતો.
અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી પાર્સલમાં ડ્રગ્સ લવાયું
અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી પાર્સલમાં ડ્રગ્સ લવાયું હતું. તેમાં કેનાબીલ ઓઈલ, આઈસોપ્રોપાઈલ નાઈટ્રેટ પણ મળી આવ્યું છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શંકાસ્પદ 105 પાર્સલની ચકાસણી કરી છે. લાંબા સમયથી પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ પડ્યા હતા તેમાં પાર્ટી માટે મોટાયાપે વિદેશથી ડ્રગ્સ મંગાવવાનો ખુલાસો થયો છે.
કુરિયર મારફતે ચરસ-ગાંજો મંગાવવાની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી
અગાઉ કચ્છ જિલ્લાના બંદરીય મુંદરા ખાતેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ કુરિયર મારફતે ચરસ-ગાંજો મંગાવવાની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી હતી, જેમાં 10.149 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો અને માલ મગાવનારા તથા મોકલનારા અજાણ્યા શખ્સો સામે પોલીસે તપાસ આરંભી હતી. તેમજ તાજેતરમાં પાર્સલની આડસમાં મંગાવેલ ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના 140 કિલો 600 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને ગાંધીધામ પોલીસે પકડી પાડ્યો હતો. ગાંધીધામ GIDC વિસ્તારમાં આવેલ બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસ સેડ નં.સી.10 માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્ષ નંગ-7 ની અંદર આવેલ પેકેટ નંગ-140 જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલેલ હતો.
નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો ઝડપાયો
પાર્સલ બોક્ષ મેળવવા માટે આવેલ ઇસમ દ્વારા પાર્સલ બોક્ષ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાશી જવાની ફિરાકમાં હોવાનુ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ હતો. નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ 14,11,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધનચંદકુમાર પંડીતની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું, વધુ એક CCTV આવ્યા સામે