Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રામોલમાં લાખોની કિંમતનાં MD ડ્રગ્સ સાથે મહિલા બાઉન્સર-રિક્ષાચાલકની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) રિક્ષા, ડ્રગ્સ મોબાઇલ ફોન સહિત કુલ 4,31,800 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ahmedabad   રામોલમાં લાખોની કિંમતનાં md ડ્રગ્સ સાથે મહિલા બાઉન્સર રિક્ષાચાલકની ધરપકડ
Advertisement
  1. Ahmedabad માં રામોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
  2. MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને પુરૂષની ધરપકડ કરી
  3. ક્રાઇમ બ્રાન્ચે મહિલા બાઉન્સર અને રિક્ષાચાલકને ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપ્યા
  4. 2 આરોપી વોન્ટેડ જાહેર, કુલ 4,31,800 નો મુદ્દામાલ જપ્ત

અમદાવાદનાં (Ahmedabad) રામોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા બાઉન્સર અને રિક્ષાચાલકની MD ડ્રગ્સનાં જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.3,41,800 ની કિંમતનો 34 ગ્રામ 180 મિલીગ્રામ એમ્ફેટામાઈન અને મેફેડ્રોન મિશ્રિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) રિક્ષા, ડ્રગ્સ મોબાઇલ ફોન સહિત કુલ 4,31,800 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Morbi : 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો મેરુપરનો યુવાન અચાનક ગુમ થયો, શંકાસ્પદ હાલતમાં મળી લાશ!

Advertisement

મહિલા બાઉન્સર અને રિક્ષાચાલકને ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) રામોલ વિસ્તારમાં આવેલ વિનાયક પાર્ક પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે (Crime Branch) બાતમીનાં આધારે જાહેરમાં એક મહિલા બાઉન્સર અને રિક્ષા ડ્રાઈવરની રૂ.3,41,800 ની કિંમતનાં પરમિટ વગરના 34 ગ્રામ 180 મિલીગ્રામ એમ્ફેટામાઈન અને મેફેડ્રોન મિશ્રિત ડ્રગ્સનાં જથ્થા સાથે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચનાં જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો, મોબાઇલ ફોન અને રિક્ષા મળી કુલ 4,31,800 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે માટે AMC એ કંટ્રોલ રૂમ શરૂ કર્યા

ક્રાઇમ બ્રાંચે કુલ 4,31,800 નો મુદ્દામાલ કબજે કર્યો

માહિતી અનુસાર, આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ રમીઝ મોહમદ નસીર મોહમદ ઉસમાનમીયા બેલીમ (ઉ.વ. 30) (રહે. રામોલ) અને સિરિનબાનુ મોહમદ શરીફ મોહમદ સફી શેખ (ઉ.વ. 28) (રહે. રામોલ) તરીકે થઈ છે. આ કેસમાં તનવીર અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી રમીઝ MD ડ્રગ્સનો આદી હોવાથી તેણે તનવીર પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું હતું. જ્યારે, આરોપી સિરિન MD ડ્રગ્સ પોતાનાં આર્થિક ફાયદા માટે છૂટક વેચાણ કરવા મુંબઈથી લાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશન (DCB Police Station) પાર્ટ 'બી' હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 22(બી), 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : ઠક્કરનગર પાસે મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતી 2 મહિલા ઝડપાઈ, Video વાઇરલ

Tags :
Advertisement

.

×