Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પોલીસ સ્ટેશનમાં માથાભારે મહિલાનો આતંક! મહિલા PSI નું ગળું દબાવી હુમલો કર્યો!

ઘરકંકાસ મામલે મહિલા પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સાથે તકરાર કરી હતી.
ahmedabad   પોલીસ સ્ટેશનમાં માથાભારે મહિલાનો આતંક  મહિલા psi નું ગળું દબાવી હુમલો કર્યો
Advertisement
  1. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઇનું ગળું દબાવી જીવલેણ હુમલો! (Ahmedabad)
  2. માથાભારે મહિલાએ આપઘાત કરી નોટમાં પોલીસનું નામ લખવાની ધમકી આપી
  3. મહિલાએ 'સાસરિયા ઘરમાં જવા દેતા નથી' તેવી રજૂઆત કરીને પોલીસ સાથે તકરાર કરી
  4. બીજી તરફ તેમની સાથે આવેલા મહિલા અને પુરુષે પણ પોલીસ સાથે મારા મારી કરી

અમદાવાદનાં (Ahmedabad) કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઇનું ગળું દબાવી જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના બની છે. માથાભારે મહિલાએ આપઘાત કરી નોટમાં પોલીસનું નામ લખવાની ધમકી પણ આપી હતી. ઘરકંકાસ મામલે મહિલા પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સાથે તકરાર કરી હતી. પોલીસે મહિલાને કાયદાકીય કાર્યવાહી અંગે સજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ, મહિલા ઉશ્કેરાઈ હતી અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ મામલે મહિલા સહિત અન્ય બે શખ્સ સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - BHUJ : પીએમ મોદીના સંભવિત કાર્યક્રમની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

Advertisement

'સાસરિયા ઘરમાં જવા દેતા નથી' તેવી રજૂઆત કરીને મહિલાએ તકરાર કરી

અમદાવાદનાં (Ahmedabad) કૃષ્ણનગરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં (Krishnanagar Police Station) રહેતી એક મહિલા ઘરકંકાસ મામલે પોલીસ સ્ટેશન આવી હતી. મહિલાએ 'સાસરિયા ઘરમાં જવા દેતા નથી' તેવી રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે પોલીસે કાયદાકીય કાર્યવાહી અંગે મહિલાને માહિતગાર કરી હતી. પરંતુ, આ દરમિયાન મહિલા ખૂબ જ ઉશ્કેરાઈ હતી અને 'ગમે તે કરીને મને મારા સાસરીમાં રહેવા માટેનું કરાઈ દો' તેવી હઠ પકડી હતી અને જે તે સમય પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા કર્મીઓ સાથે તકરાર કરી હતી. માથાભારે મહિલાએ આપઘાત કરી નોટમાં પોલીસનું નામ લખવાની ધમકી પણ આપી હતી.

Advertisement

આ પણ વાંચો - Gujarat Rain Update : હવામાન વિભાગે આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરી

 મહિલાનો સાથ આપનાર અન્ય યુવતી, પુરૂષ સહિત 3 સામે ગુનો

મહિલા પોલીસકર્મીઓ દ્વારા મહિલાને સમજાવવામાં આવી હતી પરંતુ, મહિલાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને મહિલાકર્મીઓ સાથે મારામારી કરીને 'પોલીસ સ્ટેશનની મહિલાઓને સળગાવી દેવી છે' તેમ કહીને આતંક મચાવ્યો હતો. દરમિયાન, મહિલાએ પીએસાઈનું ગળું દબાવી જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં આતંક મચાવનાર આ મહિલાનો અન્ય એક મહિલા અને પુરુષે પણ સાથે આપ્યો હતો. આ મામલે નરોડા પોલીસમાં (Naroda Police) ખૂશ્બુ અગ્રવાલ, શિવકુમાર કાસાર અને સુષ્મા કાસાર સહિત ત્રણ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Sabar Dairy : મતદારોને અંકે કરવા સ્થાનિક મંડળીઓના ચેરમેન સાથે સેટિંગના થયા આક્ષેપો

Tags :
Advertisement

.

×