Ahmedabad: બોપલમાં ફાયરિંગ, ગોળી વાગતા એકનું મોત થયુ અને મળી સુસાઈડ નોટ, બનાવ હત્યાનો કે આત્મહત્યા !
- અમદાવાદના બોપલના કબીર એન્કલેવ પાસે ફાયરિંગ
- પોલીસે હત્યા અને આત્મહત્યા બંને બાબતે તપાસ કરી
- કલ્પેશ ટુંડિયા નામના વ્યક્તિએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
Ahmedabad News: અમદાવાદના બોપલના કબીર એન્કલેવ પાસે ફાયરિંગની ઘટના બની છે. જેમાં પોલીસે હત્યા અને આત્મહત્યા બંને બાબતે તપાસ કરી છે. તેમાં કલ્પેશ ટુંડિયા નામના વ્યક્તિએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ છે. પોતાના રૂમમાં ગોળી મારી આત્મહત્યા કરી હોવાની આશંકા છે. જેમાં મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી છે. તથા મોત પહેલા કલ્પેશ ટુંડિયાને 2 વ્યક્તિઓ મળવા આવ્યા હતા. તેમજ સુસાઈડ નોટ કલ્પેશે જ લખી છે કે નહીં તે બાબતે તપાસ શરૂ થઇ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અક્ષર મેચ કરવાની તજવીજ હાથ ધરી છે.
જાણો સમગ્ર ઘટના વિશે
Ahmedabad શહેરમાં મોટી રાત્રે બોપલ (Bopal) વિસ્તારમાં કબીર એન્ક્લેવ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કલ્પેશ ટુંડીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેમજ મોડીરાત્રે બે વ્યક્તિઓ કલ્પેશના નિવાસસ્થાને આવ્યા હતા. આ દરમિયાન કલ્પેશની પત્ની અને દીકરી સાથે ઘરમાં નીચે હતા. થોડીવાર બાદ બંનેને ગોળીનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું કે, ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: Google ની નવી AI બગ હન્ટર સિસ્ટમ, પ્રથમ પરીક્ષણમાં 20 મુખ્ય ખામીઓ શોધી કાઢી
બે અજાણ્યા શખસો આવ્યા હતા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા
ઉલ્લેખનીય છે કે બે અજાણ્યા શખસો આવ્યા હતા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ તેના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેણે સમગ્ર ગુનાની દિશા બદલી નાખી હતી. આ મામલે પોલીસે (Police) હાલ, મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આ આપઘાત છે કે હત્યા તેનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. પરંતુ, જે હથિયારથી તેનું મોત નિપજ્યું છે, તે હથિયાર હજું સુધી મળ્યું નથી. જેના કારણે કેસની ગુંચવણ વધી છે. હાલ, Ahmedabad Police તપાસ કરી રહી છે કે, શું કલ્પેશે આપઘાત કર્યો હતો કે, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Uttarkashi Ground Report: કાટમાળમાં દટાયેલા ઘરો, તૂટી પડેલા રસ્તાઓ અને ગુમ થયેલા લોકોની શોધ