Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: SG હાઇવે છારોડી નજીક હિટ એન્ડ રન, નોકરી જતા યુવાનનું કરુણ મોત

Ahmedabad: અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારી ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી Ahmedabad: અમદાવાદના SG હાઇવે છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક યુવકને...
ahmedabad  sg હાઇવે છારોડી નજીક હિટ એન્ડ રન  નોકરી જતા યુવાનનું કરુણ મોત
Advertisement
  • Ahmedabad: અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારી
  • ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત
  • ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી

Ahmedabad: અમદાવાદના SG હાઇવે છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતાં મોત થયુ છે. તેમજ ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તથાા ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે.

એસ.જી 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે શહેરના એસ. જી. હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે નીકળેલા કથન ખરચર નામનો યુવક ગાંધીનગરથી નોકરી પર જવા બાઇક લઇ નિકળ્યો હતો. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા જ તેનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જેમાં એસ.જી 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ શરૂ કરી છે.

Advertisement

Advertisement

Ahmedabad: જાણો સમગ્ર માહિતી

ખરચર નામનો 21 વર્ષીય યુવક ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે. કથન YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કથન રોજની જેમ વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો.

કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી

નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતા સવારે 6:30 વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેને લીધે કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા. યુવાન દીકરાનું મોત થતા પરિવારજનોને આઘાત લાગ્યો છે. તેમજ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Parliament Winter Session : ડ્રામા નહીં, ડિલિવરી હોવી જોઈએ; નીતિ પર ચર્ચા થવી જોઈએ, સૂત્રો નહીં... - PM Modi

Tags :
Advertisement

.

×