Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રાણીપમાં નશો કરી પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, ત્રણથી ચાર વાહનોને કારે અડફેટે લીધા

રાણીપ બકરા મંડીમાં પુરપાટ ઝડપે આવેલી કાર ચાલક પોલીસે અકસ્માતની હારમાળા સર્જી હતી
ahmedabad   રાણીપમાં નશો કરી પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત  ત્રણથી ચાર વાહનોને કારે અડફેટે લીધા
Advertisement
  • રાણીપ બકરા મંડીમાં પુરપાટ ઝડપે આવેલી કાર ચાલકે સર્જ્યો અકસ્માત
  • અકસ્માત સમયે કરા યુવરાજસિંહ વાઘેલા નામનો કોન્સ્ટેબલ ચલાવતો હતો
  • ત્રણથી ચાર જેટલા વાહનોને કારે અડફેટે લીધા હતા

Ahmedabad : રાણીપ વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં રાણીપ બકરા મંડીમાં પુરપાટ ઝડપે આવેલી કાર ચાલક પોલીસે અકસ્માતની હારમાળા સર્જી હતી. તેમજ અકસ્માત સમયે યુવરાજસિંહ વાઘેલા નામનો પોલીસ કોન્સ્ટેબલ કાર ચલાવતો હતો. તેમાં ત્રણથી ચાર જેટલા વાહનોને કારે અડફેટે લીધા છે. જેમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો આરોપી કોન્સ્ટેબલ નશાબાજ નિકળ્યો છે.

Advertisement

અકસ્માત સર્જનાર નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. અકસ્માત કરનાર પોલીસની ગાડીમાં નંબર પ્લેટ પણ ન હતી. તથા L ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાણીપ બકરામંડી ખાતે પોલીસ કર્મીએ અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ માધવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો છે. યુવરાજસિંહ નંબર પ્લેટ વગરની ગાડીમાં હોવાથી અકસ્માત બાદ સ્થાનિક લોકોએ નીચે ઉતારી માર માર્યો હતો. પોતે પોલીસ કર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી યુવરાજસિંહ ધમકી આપતો હતો.

Advertisement

રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો

માહિતી અનુસાર વાહનચાલક પોલીસ કર્મીની ઓળખ યુવરાજ સિંહ તરીકે થઇ હતી. તે રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો જે દરમિયાન એક મોપેડને અડફેટે લીધી હતી. આ દરમિયાન એક લારી, એક બાઇકચાલક પણ અકસ્માતમાં લપેટાઈ ગયો હતો. આ ઘટનામાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમની સારવાર ચાલી રહી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Lucknow : સપા સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ, આ દિવસે લેશે સાત ફેરા

Tags :
Advertisement

.

×