ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : દુબઈનાં સસ્તા ટૂર પેકેજની લાલચ આપી, રૂપિયા લઈ ઓફિસે તાળું મારી સંચાલક ફરાર!

આરોપ છે કે સસ્તા ટૂર પેકેજની લાલચ આપી ટૂર સંચાલકે લોકો પાસે પૈસા પડાવ્યા અને 8 તારીખથી ઓફિસે તાળા મારી ફોન બંધ કરી ફરાર છે.
08:53 PM Sep 13, 2025 IST | Vipul Sen
આરોપ છે કે સસ્તા ટૂર પેકેજની લાલચ આપી ટૂર સંચાલકે લોકો પાસે પૈસા પડાવ્યા અને 8 તારીખથી ઓફિસે તાળા મારી ફોન બંધ કરી ફરાર છે.
Tour_Gujarat_first
  1. Ahmedabad માં કે.સી.હોલીડે ટૂર સંચાલકે છેતરપિંડી આચરી
  2. દુબઈની ટ્રીપનાં નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ
  3. સસ્તા ટૂર પેકેજની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવ્યાનો આક્ષેપ
  4. 8 તારીખથી સંચાલક ઓફિસે તાળું મારી ફોન બંધ કરી ફરાર થયો!

Ahmedabad : જો તમે બહાર ફરવા જવા માટે ટૂર ઓપરેટરનો સંપર્ક સાધો છો તો સાચવજો. કારણ કે અમદાવાદમાં એક ટૂર સંચાલકે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં કે.સી.હોલીડે ટૂર (K.C. Holiday Tour) સંચાલકે દુબઈની ટ્રીપનાં નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આરોપ છે કે સસ્તા ટૂર પેકેજની લાલચ આપીને ટૂર સંચાલકે લોકો પાસેથી પૈસા પડાવ્યા અને 8 તારીખથી સંચાલક ઓફિસે તાળા મારી ફોન બંધ કરી ફરાર છે. આ મામલે પોલીસે ટૂર સંચાલકની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો- Rahul Gandhi : રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરવા કવાયત, રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત!

Ahmedabad માં કે.સી. હોલીડે ટૂર સંચાલક સામે છેતરપિંડીનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કે.સી. હોલીડે (K.C. Holiday Tour) નામની એજન્સીનાં સંચાલક કિરણસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આરોપ છે કે, કિરણસિંહ ચૌહાણે (Kiransinh Chauhan) લોકોને દુબઈનાં સસ્તા ટૂર પેકેજની (Dubai Trip) લાલચ આપી હતી અને લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. જો કે, રૂપિયા લીધા બાદ ટૂર સંચાલક કિરણસિંહ ચૌહાણ 8 સપ્ટેમ્બરથી ઓફિસે તાળા મારી અને ફોન બંધ ફરાર થયો છે. કિરણસિંહ ચૌહાણ વિરુદ્ધ સરખેજ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના અલગ-અલગ ગુના નોંધાયા છે.

આ પણ વાંચો- Revenue Talati Exam : આવતીકાલે રેવેન્યૂ તલાટી વર્ગ-3 ની 2384 જગ્યા માટે યોજાશે પરીક્ષા

ભોગ બનનાર 100 થી વધુ લોકોએ નિવેદન લખાવ્યા

માહિતી અનુસાર, છેતરપિંડીનો ભોગ બનનારા 100 થી વધુ લોકો છે જેમણે પોલીસ સમક્ષ નિવેદન લખાવ્યા છે. કે.સી હોલીડે સંચાલક કિરણસિંહ વિરુદ્ધ અગાઉ વર્ષ 2022 માં પણ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં (Satellite Police Stations) છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે 40 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ત્યાર બાદ ફરી કે.સી હોલીડે ટૂર ઓપરેટર શરૂ કરી લોકોને સસ્તી ટૂરની લાલચ આપીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે આરોપી કિરણસિંહ ચૌહાણની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો- Bharuch : Gujarat First નું Reality Check, લાખોની પાણીની ટાંકી ખાલીખમ, ધૂળ ખાતા ફાયર સેફ્ટીનાં સાધનો!

Tags :
AhmedabadAhmedabad Crime NewsDubai TripFroud CaseGUJARAT FIRST NEWSK.C. Holiday TourKiransinh ChauhanSarkhejSatellite Police StationsTop Gujarati NewsTour Operator Cheated
Next Article