Ahmedabad: સિગારેટની બાબતમાં થઇ હત્યા, યુવાનને છરીના ઘા મારતા ઘટના સ્થળે મોત
- Ahmedabad: સિગારેટ ન આપતા આરોપીએ યુવકની કરી હત્યા
- સરખેજ અહદ સ્પોર્ટ્સ ક્લબ પાસે બન્યો બનાવ
- ગુસ્સે ભરાયેલા આરોપીએ છરીના ઘા મારી કરી હત્યા
Ahmedabad: અમદાવાદમાં સિગારેટની બાબતમાં હત્યા થઇ છે. જેમાં સિગારેટ ન આપતા આરોપીએ યુવકની હત્યા કરી છે. સરખેજ અહદ સ્પોર્ટ્સ ક્લબ પાસે બનાવ બન્યો છે. તેમાં ગુસ્સે ભરાયેલા આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી છે. જેમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફતેહવાડી વિસ્તારમાં અહદ ક્લબ નજીક ઘટના બની
શહેરના સરખેજ વિસ્તારમાં ગઈકાલ રાતે એક યુવકની છરીના ઘા મારી હત્યા કરી દેવાઇ છે. જેમાં ફતેહવાડી વિસ્તારમાં અહદ ક્લબ નજીક બનેલી આ ઘટનાને લઈ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, રોનક પાન હાઉસ ખાતે સિગારેટ માંગવાની બાબતે ઝઘડો થયો હતો.
પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી તપાસ શરૂ કરી
ઝઘડો એટલો વધ્યો હતો કે જાવેદ નામના યુવક પર શાહરુખ ઉર્ફે લીકેજ નામના શખ્સે છરીથી હુમલો કર્યો હતો. તેમજ હુમલો એટલો ગંભીર હતો કે જાવેદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની જાણ મળતા જ સરખેજ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ઘટના સ્થળનું પંચનામું કરી તપાસ શરૂ કરી છે.
Ahmedabad: શાહરુખ ઉર્ફે લીકેજની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી દીધી
પોલીસએ હત્યાનો ગુનો નોંધી આરોપી શાહરુખ ઉર્ફે લીકેજની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ સામાન્ય ઝઘડો હોવા છતાં ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતુ. તેમજ આસપાસના CCTV ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીને ઝડપવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 8 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?